________________
પ્રવચન ૯૪
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયના ઉપસંહારમાં કહ્યું છે ઃ
पदपदेन मेधावी यथाऽऽरोहति पर्वतम् ।
सम्यक् तथैव नियमाद् धीरः चारित्रपर्वतम् ॥ જે રીતે બુદ્ધિમાન મનુષ્ય એક એક ડગલું ભરતાં પર્વત ઉપર ચડી જાય છે; તેમ એક એક સોપાન પર કદમ રાખતો મનુષ્ય શત્રુંજય પર્વત ઉપર પહોંચી જાય છે. હાથ-પગ આદિ શરીર-અવયવો તૂટતા નથી એવી સાવધાનીથી ચડે છે. એવી રીતે ધીરપુરુષ, શ્રમણોપાસક - ધર્મની નિરતિચાર - નિષ્કલંક આરાધના કરતો ચારિત્રધર્મના મહાશૈલ ઉપર પહોંચી જાય છે.
શ્રાવકધર્મની આરાધના - શ્રાવકોચિત ગુણોનું પાલન, એ ચારિત્રપર્વતનું એક એક સોપાન ચડવા બરાબર છે. ચારિત્રપર્વત ઉપર ચડનાર પુરુષ ધીર હોવો જોઈએ. ટીકાકાર આચાર્યશ્રીએ ધીર’ શબ્દની પરિભાષા અતિ સુંદર કરી છે ઃ "निष्कलंकानुपालित श्रमणोपासकसमाचारः ।।
ધીર એને કહે છે કે જે શ્રાવકધર્મની નિરતિચાર આરાધના કરે છે. વ્રતનિયમોને કોઈ દોષ લાગવા દેતો નથી. આવો ધીર શ્રાવક ચારિત્રપર્વત ઉપર પહોંચી જાય છે. આ વિષયમાં આનંદ, કામદેવ વગેરે ધીર મહાશ્રાવકોનાં દૃષ્ટાંત તમને બતાવ્યાં છે. જે શ્રાવક ધીર નથી હોતો તે ચારિત્રના પહાડ ઉપર ચઢતાં-ચઢતાં ડગમગી જાય છે.
નંદ મણિકાર ઃ
આવું જ એક દૃષ્ટાંત નંદ મણિકા૨નું શાસ્ત્રમાં મળે છે. એ શ્રાવકધર્મનું સાચા સ્વરૂપમાં પાલન કરી શક્યો ન હતો. કારણ હતું અધીરતા. એ નંદ મણિકારનું વૃત્તાંત સંભળાવું છું. એક નાનકડી ભૂલ માણસને દુર્ગીતમાં ભટકાવી દે છે.
ભગવાન મહાવીર રાજગૃહી નગરમાં ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન હતા. ત્યાં એક દિવસે સૌધર્મદેવલોકનો એક દેવ ભગવાન પાસે આવ્યો. તે ‘દુર્દુર’ નામનો તેજસ્વી દેવ હતો. દેવનું અપૂર્વ તેજ જોઈને ગૌતમ સ્વામીએ ભગવાનને કહ્યું : ‘હે ભદંત, આ દેવનું આવું અદ્ભુત તેજ કેમ ?’
ભગવાને કહ્યું : ‘હે ગૌતમ, આ નગરમાં પહેલાં એક મોટી સંપત્તિવાળો ‘નંદ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org