________________
પ્રવચન ૭૩
પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ‘શ્રાવક જીવન'ના વિષયમાં સર્વાંગીણ રૂપે માર્ગદર્શન આપ્યું છે. બાહ્ય-વ્યાવહારિક જીવનને ધર્મમય બનાવવા માટે જેવું માર્ગદર્શન આપ્યું છે એવું જ આંતરિક વ્યક્તિત્વને પવિત્ર, પ્રસન્ન અને ઉદાત્ત બનાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું છે.
અંતઃકરણની શુદ્ધિ માટે ‘યોગાભ્યાસ’ની પ્રેરણા આપી ‘નમસ્કારાદિ ચિંતન’નું માર્ગદર્શન આપ્યું અને પ્રશસ્ત ભાવક્રિયા' કરવાનો ઉપદેશ આપ્યો છે.
હવે તેઓ મસ્થિતિપ્રેક્ષળમ્।।૮।।ની વાત કરે છે. સંસારનું વાસ્તવિક અવલોકન કરવાની વાત કરે છે. આવું અવલોકન કરીને અંતઃકરણને, ચિત્તને, હૃદયને નિર્મળ કરવાનું છે. ચિત્તની વાસ્તવિક શાન્તિ આવા ઉપાયો દ્વારા જ મળી શકે છે.
સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન :
સંસાર-સ્વરૂપનું અવલોકન કરવાનું છે, એટલે કે સંસારની મુખ્ય છ બાબતોનું અવલોકન ક૨વાનું છે. આ છ બાબતો જેવી બહારથી દેખાય છે એવી અંદરથી નથી. સ્થૂળ દૃષ્ટિથી ભીતરનું સ્વરૂપ દેખાતું નથી. વાસ્તવિક સ્વરૂપ એટલે કે ભીતરી સ્વરૂપ - એનું અવલોકન કરવાનું છે. જ્ઞાનવૃષ્ટિના દિવ્ય કાચ દ્વારા અવલોકન કરી શકાય છે. ગ્રંથકારે આ દિવ્યદૃષ્ટિરૂપી કાચ આપ્યો છે. આપણે તો એનો ઉપયોગ જ કરવાનો છે. જ્યારે તમે આ દિવ્ય કાચથી છ બાબતોને નિહાળશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો. ‘આ વાતોને આપણે આવી તો જોઈ જ ન હતી.....વિચારી ય ન હતી', એવું બોલી ઊઠશો.
સંસારની મુખ્ય છ વાતો :
સંસારની મુખ્ય છ વાતોનું અવલોકન કરવાનું છે; આ છ વાતો આ પ્રકારે છે ઃ
૧. જીવન (આયુષ્ય) ૩. યૌવન
૫. સંબંધો અને
સર્વપ્રથમ આપણે જીવનનું અવલોકન કરીશું.
Jain Education International
૨. શરીર
૪. સંપત્તિ
૬. પાંચ ઇન્દ્રિયોના વિષયો.
For Private & Personal Use Only
www.jainelibrary.org