________________
શ્રાવક જીવન : ભાગ ૪
પ્રતિમાની આરાધનામાં ‘રાજાભિયોગ’ વગેરે જે ૬ અપવાદો બતાવવામાં આવ્યા છે, એ અપવાદોનો અહીં ઉપયોગ કરવાનો નથી. ઇચ્છા ન હોવા છતાં પ્રવૃત્તિ કરવી પડે, એને ‘અભિયોગ’ કહે છે. રાજા ઉપદ્રવ કરે, સ્વજન વગેરે ઉપદ્રવ કરે, કોઈ બળાત્કાર કરે, કોઈ દેવ ઉપદ્રવ કરે, કોઈ જંગલમાં આપત્તિ આવે અથવા ગુરુ વગેરેનો આગ્રહ થાય.... કંઈ પણ થઈ જાય, તો પણ વિચલિત થવાનું નથી. તમારે સમ્યક્ત્વમાં, શ્રદ્ધામાં સ્થિર રહેવાનું છે.
૨૨૦
વિશેષ રૂપે આ પ્રથમ પ્રતિમામાં સમ્યક્ત્વના ૬૭ પ્રકારના આચારોનું પાલન કરવાનું હોય છે. લોભ, લાલચ યા ભયથી વિચલિત થવાનું નથી. સમ્યક્ત્વની દૃઢતા કેવી હોય છે, એ જાણવા માટે અર્હત્રક શ્રાવકનું, શ્રેણિક મહારાજાનું તેમજ કૃષ્ણ મહારાજા આદિનાં જીવનચરિત્રો વાંચવાં જોઈએ. એ લોકોની તો દેવો પરીક્ષા કરતા હતા. તેઓ દેવોની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આજકાલ દેવ આવતા નથી. આપણે નિઃસત્ત્વ છીએ, નિઃસત્ત્વ જીવોની દેવો પરીક્ષા લેતા નથી. બીજી છે વ્રત-પ્રતિમા ઃ
આ પ્રતિમાનું પાલન બે માસ સુધી કરવાનું છે. પાંચ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું નિરતિચાર પાલન કરવાનું હોય છે. સમ્યક્ત્વ સહિત બાર વ્રતોનું સમ્યક્ પાલન કરવાથી આત્મભાવો વિશેષ નિર્મળ થાય છે. ૧૨ વ્રતો અને એમના અતિચારો તમને પહેલાં સમજાવ્યા છે. ત્રીજી છે સામાયિક-પ્રતિમા :
આ પ્રતિમાનો આરાધનાકાળ ત્રણ મહિનાનો છે. પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ અને નિષ્પાપ પ્રવૃત્તિના આસેવનરૂપ ‘સામાયિક હોય છે. પ્રતિદિન સવા૨-સાંજ સામાયિક કરવાનું હોય છે. સમ્યક્ત્વ તેમજ વ્રતપાલનની સાથે સામાયિકની આરાધના કરતો શ્રાવક સમભાવ-સમતાને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે. ચોથી છે પૌષધ-પ્રતિમા ઃ
આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા આદિ પર્વ તિથિઓમાં પૌષધવ્રત કરવાનું હોય છે. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે. શરીરની શોભા, શૃંગાર આદિનો ત્યાગ ક૨વાનો હોય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને સંસારની તમામ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો હોય છે.
પાંચમી છે કાયોત્સર્ગ-પ્રતિમા :
જે આરાધક ૧ થી ૪ પ્રતિમાઓનું પાલન કરતો હોય, તે જ આરાધક પાંચ માસ સુધી આ પ્રતિમાનું આરાધન કરી શકે છે. આ પ્રતિમાનું આરાધન અવિચલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org