________________
૧૧૨
શ્રાવક જીવનઃ ભાગ ૪ દુઃખ દૂર કરવાનાં જે જે સાધનો એની પાસે હોય છે તે દુઃખીને આપીને એને દુઃખમુક્ત કરવાનો પ્રયત્ન કરે છે. દુઃખી જીવોના ગુણ-અવગુણ ન જુઓ. કોઈ વાર એવું બને છે કે દુઃખ મનુષ્યને અવગુણી બનાવી દે છે. અવગુણી જીવ પણ દયાપાત્ર છે. ધિક્કારપાત્ર નથી. નિર્વેદ
જ્યારે જીવાત્માની દ્રષ્ટિ સમ્યગૂ બની જાય છે ત્યારે એને આખો સંસાર દુઃખમય દેખાય છે. સંસારની ચારે ગતિઓમાં એ દુઃખદર્શન કરે છે. - જ્યારે તે જ્ઞાની, શાસ્ત્રજ્ઞ પુરુષોના મુખેથી નરકગતિનું વર્ણન સાંભળે છે ત્યારે
એનું સ્ક્રય કંપી ઊઠે છે. - તિર્યંચગતિનાં દુઃખોને જ્યારે એ પ્રત્યક્ષ જુએ છે, ત્યારે એનું મન ગ્લાનિથી
ભરાઈ જાય છે. - મનુષ્ય ગતિમાં પણ આંતર-બાહ્ય દુખોને જુએ છે, જાણે છે ત્યારે તેનું મન
વિરક્તિથી ભરાઈ જાય છે. – દેવલોકનાં માનસિક દુઃખોનું વર્ણન સાંભળે છે શાસ્ત્રોમાંથી, ત્યારે દેવલોક પ્રત્યે
પણ તેને ઉદાસીનતા આવી જાય છે. - સર્વ દુઃખોનું કારણ તે જાણે છે. તમામ દુઃખો કર્મને કારણે જ ઉત્પન્ન થાય છે,
પરંતુ કર્મજન્ય કઠોર વિપાકોનો પ્રતિકાર કરવાની એની શક્તિ નથી. એટલે જ પાપકર્મોના વિપાક એને સહન કરવા જ પડે છે. એથી સંસાર પ્રત્યે એનું મમત્વ નથી રહેતું. સંસાર પ્રત્યે નિર્વેદ આવી જાય છે. સંસાર તરફ અણગમો ઊપજે છે.
આ નિર્વેદમાં જ્ઞાનવૃષ્ટિ હોય છે. એવું નહીં કે સંસારનાં દુઃખોમાં નિર્વેદ આવી જાય અને જ્યારે વૈષયિક સુખો મળી જાય ત્યારે સુખ લાગે ! એ સમ્ય દ્રષ્ટિ જીવ સંસારનાં વૈષયિક સુખોનો વિપાક જાણે છે, પરિણામનો વિચાર કરે છે. એટલા માટે સુખોનું મમત્વ રાખતો નથી. સુખનાં અનેક સાધનો પાસે હોવા છતાં પણ આસક્તિ રહેતી નથી. અનાસક્ત ભાવથી એ ગૃહવાસમાં રહે છે.
તમે લોકો પોતાની જાતને સમકિત દ્રષ્ટિ માનો છો ને? સંસારમાં અનાસક્ત ભાવથી રહો છો ને? આત્મનિરીક્ષણ કરજો, ભ્રમણામાં ન રહેતા. સેવેગ :
સમકિત દ્રષ્ટિ મનુષ્ય - જીવાત્મા વિશુદ્ધ આત્મસ્વરૂપ પામવાની અભિલાષા રાખે છે. તેના મનમાં મુક્તિના સુખની કલ્પના આવી જાય છે. એ જ્ઞાની પુરુષોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org