________________
પ્રવચન ૯૦
૧૯૧
આવાં માતાપિતા જ્યારે અમારી પાસે આવે છે, ત્યારે અમે તેમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવીએ છીએ.
બાળકો ઉપર મમત્વ ન રાખો, રાગ ન કરો.
JA
બાળકો પોતપોતાના કર્મ લઈને આવ્યાં છે. દરેક જીવાત્મા પોતપોતાના કર્મ અનુસાર સારાંખોટાં કામ કરે છે.
-~
દરેક જીવની બુદ્ધિ પણ કર્મોને અનુરૂપ હોય છે. આવું વિચારીને જ્યારે તેમનાં શુભ કર્મોનો ઉદય થશે ત્યારે સુધરશે,’ તમે એમની ઉપેક્ષા કરો. તેમની સાથે માત્ર દેખાવ પૂરતો જ સંબંધ રાખો. તેમના પ્રત્યે રાગ ન રાખવો, દ્વેષ ન કરવો, નિંદા ન કરવી, પ્રશંસા ન કરવી.
“જે નિમિત્તે તેમને સુધરવાનો યોગ મળશે ત્યારે તેઓ સુધરશે.' એવું વિચારીને રાહ જોતા રહો.
પતિ-પત્ની :
જે ઘરમાં માતાપિતા બાળકોથી પરેશાન થતાં હોય અને સાથે સાથે પતિપત્ની વચ્ચે મનમેળનો અભાવ હોય, તનાવ હોય, અણબનાવ હોય, તો તેમની અશાન્તિની કોઈ સીમા રહેતી નથી. પતિપત્ની વચ્ચે સંબંધો બગડી જાય છે, બન્નેનાં મન ક્લેશ-વ્યથા અને કટુતાથી ભરાઈ જાય છે.
આ સંબંધો જ એવા છે કે પરસ્પર અનેક અપેક્ષાઓ હોય છે. બાહ્ય અપેક્ષાઓની સાથે સાથે આંતરિક અપેક્ષાઓ પણ હોય છે. આ સિવાય બંનેમાં ગંભીરતા ન હોય, સહનશીલતા ન હોય, ઉદારતા ન હોય, વિશ્વાસ ન હોય, તો સંબંધોમાં એક પ્રકારની માનસિક ચિંતા રહે છે. પરસ્પર અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે. પરંતુ ગંભીરતા વગેરે ગુણ ન હોય તો જ્યારે એક-બે અપેક્ષાઓ અપૂર્ણ રહેતાં બાહ્ય-આંતરિક ક્લેશ ઉત્પન્ન થઈ જ જાય છે.
પત્નીને સમજાવવા છતાં પણ તે અનુચિત કાર્યોનો ત્યાગ ન કરે તો, કહ્યું ન માને તો, તેના પ્રત્યે ઉપેક્ષા ભાવનાનું ચિંતન કરવાનું છે.
પતિને વારંવાર સમજાવવા છતાં પણ અયોગ્ય કાર્યકલાપ ન છોડે, સારી અને સાચી વાત ન માનતા હોય તો તેમના પ્રત્યે પણ ‘ઉપેક્ષા’નું ચિંતન કરવાનું છે. એટલે કે તેમના પ્રત્યે હૃદયમાં ન રાગ, ન દ્વેષ રાખવાનો; તો જ મનનું સમાધાન થશે. થાકેલા મનને વિશ્રામ મળશે.
આધ્યાત્મિક દૃષ્ટિથી સંસારના તમામ સંબંધોની નિઃસારતા સમજી લેવી જોઈએ. આત્માના એકત્વની ભાવનાથી ભાવિત થવું જોઈએ. પુનઃપુનઃ ‘અન્યત્વ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org