________________
૧૯૨
શ્રાવક જીવન : ભાગ ૪
ભાવનાનું ચિંતન કરવું જોઈએ. સ્વજન-પરિજનોથી પોતાની જાતને અલગ સમજવી જોઈએ - સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ઠીક છે, ઉચિત રીતે વ્યવહારો નભાવવાના છે, પરંતુ ભીતરમાં અલિપ્ત રહેવાનું છે. દોસ્તીનો સંબંધ :
દુનિયામાં જે રીતે પતિપત્ની, ભાઈબહેન, પિતાપુત્ર, વગેરે સંબંધોનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. એ રીતે દોસ્તીનો સંબંધ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. કોઈ કોઈ વાર તો આ દોસ્તીનો સંબંધ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
જેમ સારો પરિવાર મળવો એટલે કે સારો સંસ્કારી પરિવાર પામવો, એ પુણ્યકર્મનું ફળ છે; એ રીતે સારા મિત્રો મળવા એ પણ પુણ્યકર્મનું જ ફળ છે. પ્રાપ્તિ પુણ્યકર્મથી થાય છે, પરંતુ એ પ્રાપ્તિને નભાવવી એ ગુણોનું કાર્ય છે. ગુણવાન મનુષ્ય દોસ્તીને નભાવે છે.
એક વાત સમજી લેવી કે બધા પુણ્યશાળી ગુણવાન નથી હોતા, એ રીતે બધા ગુણવાન પુણ્યશાળી નથી હોતા. કેટલાક લોકો પુણ્યશાળી હોય છે અને ગુણવાન પણ હોય છે. કેટલાક લોકો પુણ્યશાળી નથી હોતા, ગુણવાન હોય છે. તો કેટલાક પુણ્યશાળી હોય છે, ગુણવાન નથી હોતા. કેટલાક પુણ્યશાળી નથી હોતા અને ગુણવાન પણ નથી હોતા.
સારો ગુણવાન મિત્ર મળવો પુણ્યોદય છે, પરંતુ એ સંબંધને ગુણવાન જ નભાવી શકે છે. કોઈ પણ સંબંધમાં ત્રણ ભયસ્થાન ઊભાં થાય છે, ત્યારે સંબંધોમાં તિરાડ પડે છે
શંકા,
ઈર્ષા,
સ્વાર્થ.
બંનેમાંથી કોઈ એકના મનમાં આ ત્રણ અથવા ત્રણમાંથી એક પણ વાત પેદા થાય છે ત્યારે સંબંધોની મધુરતા નષ્ટ થઈ જાય છે. એ સમયે જે સમજદાર મિત્ર હશે તે તિરસ્કાર યા શત્રુતા નહીં રાખે પરંતુ ‘ઉપેક્ષા’ કરશે. ન રાગ, ન દ્વેષ, એનાથી મનનું સુખ નષ્ટ થતું નથી. બીમારીમાં ઉપેક્ષા-ભાવના :
જ્યારે માણસ બીમાર પડે છે અને પોતાનું કામ સ્વયં કરી શકતો નથી, એવો પુણ્યકર્મનો ઉદય હોતો નથી કે સ્વજનો એની સેવા કરે, પ્રેમથી, કરુણાથી અથવા કર્તવ્ય-ભાવનાથી સેવા કરે, ત્યારે સામાન્ય માણસ ખૂબ જ દુઃખી થઈ જાય છે. સ્વજનો પ્રત્યે એના મનમાં અપ્રીતિ, દ્વેષ, રોષ પેદા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org