________________
પ્રવચન ૯૦
૧૯૩
પરંતુ એ સમયે બીમાર મનુષ્ય પોતાના મનમાં ‘ઉપેક્ષા’નું ચિંતન કરે તો એને રાગદ્વેષ સતાવતા નથી. એનું ચિંતન આ પ્રકારનું હોવું જોઈએ ઃ
* ‘આ મારાં સ્વજનો છે' એવી મારી માન્યતા ખોટી છે. વાસ્તવમાં 'અન્ચોદું સ્વપ્નનાત્ હું સ્વજનો કરતાં જુદો છું, ભિન્ન છું, સ્વજનોથી મારો કોઈ સંબંધ નથી.
* જેમને હું સ્વજન માનતો રહ્યો, તેઓ મારી સેવા ન કરે તો તેમનો દોષ નથી. મારું એવું પુણ્યકર્મ નથી. એટલા માટે મારી સેવા કરતાં નથી.
* મારે સ્વજનો પ્રત્યે પ્રેમ પણ રાખવાનો નથી અને દ્વેષ પણ રાખવાનો નથી. * મારી સેવા સ્વજનો નથી કરતાં, કોઈ સવાલ નથી, બીજા લોકો તો મારી થોડીઘણી સેવા કરે છે ને ? હૉસ્પિટલના ડૉક્ટર અને નર્સ વગેરે તો મારી સંભાળ રાખે છે ને ? મારે સ્વજનોની સેવાની અપેક્ષા જ ન રાખવી જોઈએ. આ રીતે ‘ઉપેક્ષા’નું ચિંતન કરવાથી બીમાર માણસ તરત જ મનમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે.
‘શાન્તસુધારસ’માં કહેવામાં આવ્યું છે કે પ્રીતિ યત્તમાસાઘસઘ।' રાગદ્વેષ શાન્ત થવાથી સહજ ઉદાસીનતા' પ્રકટ થાય છે અને એ જ ‘મધ્યસ્થભાવ’ છે. એ જ ‘ઉપેક્ષાભાવ’ છે. તમે લોકો એ ભાવને અવશ્ય આત્મસાત્ કરો.
કર્મોની વિચિત્રતાનું ચિંતન :
સંસારમાં પ્રત્યેક જીવાત્મા કર્મોથી બદ્ધ છે. દરેક જીવાત્માનાં પોતાનાં કર્મ હોય છે, અને મનુષ્ય પોતપોતાનાં કર્મોથી પ્રેરિત ભિન્ન ભિન્ન, સારીખોટી, શુભ-અશુભ પ્રવૃત્તિઓ કરે છે. ભલે ને એ માણસ પોતાની સાથે કોઈ પણ સંબંધથી સંબંધિત હોય - માતાપિતા, ભાઈબહેન, પત્ની, પુત્ર, પુત્રી- દરેક જણ પોતપોતાનાં કર્મો અનુસાર પ્રવૃત્તિ કરે છે. કોઈ પ્રવૃત્તિ આપણા માટે પ્રિય હોય છે તો કોઈ અપ્રિય હોય છે.
-
કોઈ માણસ એક પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ એનાં કર્મોથી પ્રેરિત હોય છે. પરંતુ આપણે કલ્પના કરીએ છીએ કે - આ સારી પ્રવૃત્તિ કરે છે કે આ ખરાબ પ્રવૃત્તિ કરે છે. આ માત્ર આપણી કલ્પના છે. આપણે નિરર્થક પ્રશંસા અથવા રોષ કરીએ છીએ.
એક માણસ પાપ કરે છે; એનાં કર્મોના ઉદયથી જ તે પાપ કરે છે. આપણે એને નથી રોકી શકતા. પાપ ન કરવાનો ઉપદેશ આપી શકીએ, પરંતુ રોકી ન
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org