________________
૫૨
શ્રાવક જીવનઃ ભાગ ૪ मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं, विलिप्ता हृद्देशा इह च बहुलै रागरूधिरैः । भ्रमन्यूज़ क्रूरा व्यसनशतगृधाश्च तदियं,
महामोहक्षोणीरमणभूमिः खलु भवः ।। આ સંસાર મોહરાજની યુદ્ધભૂમિ છે. કેવી યુદ્ધભૂમિ છે એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. – મૃગનયના સ્ત્રીઓના નેત્રકટાક્ષ બાણ છે. એ બાણોથી ધર્મસેનાને મારી શકાય
- મરતા ધર્મસુભટોનાં વક્ષસ્થળ રાગરૂપી રુધિરથી રંગાઈ જાય છે. - સંસારની આ યુદ્ધભૂમિ ઉપર હજારો ગીધ આકાશમાં ઊડી રહ્યાં છે. આ ગીધ
છે આપત્તિઓનાં. આવી છે સંસારની યુદ્ધભૂમિ, કલ્પનાની આંખે જોજો સંસારની યુદ્ધભૂમિને.
જો તમે વિભિન્ન પ્રકારની ધર્મઆરાધના કરતા હશો, પરંતુ જો તમે કોઈ રૂપવતી સ્ત્રીનાં નેત્રો સાથે નેત્ર મિલાવ્યાં તો સમજી લેવાનું કે તમારી ધર્મઆરાધના ક્ષતવિક્ષત થઈ જશે. - સ્ત્રી પ્રત્યે રાગ થઈ ગયો, પ્રેમ થઈ ગયો, તો સમજી લેવાનું કે તમારું દય
લોહીથી લદબદ થઈ ગયું. – આ મોહદશામાં જો ફસાઈ ગયા...તો તમે અનેક આપત્તિઓમાં ફસાઈ જશો.
આ સંસારમાં જો આત્મા જાગ્રત - સાવધાન ન રહ્યો તો તેને મોહદશા પછાડી નાખે છે. અસાવધ મનુષ્ય સ્ત્રીના રાગપૂર્ણ ત્રિકટાક્ષો સામે ટકી શકતો નથી. તેનું પતન થઈ જાય છે. એમાં ય જો પરસ્ત્રીના મોહમાં બંધાય છે, તો ઘોર સંકટોમાં ફસાઈ જાય છે. વિભિન્ન દૃષ્ટિથી સંસારની નિસારતા :
સંસારની નિસારતાનું ચિંતન કરવાનું છે. આવા પ્રકારના ચિંતનથી મનુષ્યની વૈરાગ્યભાવના દ્રઢ થાય છે.
સંસારમાં જીવોની સ્વાથન્ધતા કેવી હોય છે, એ બતાવતાં કહેવામાં આવ્યું છે કે - જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સધાય છે ત્યાં સુધી માણસ લોકો સાથે સારો વ્યવહાર રાખે છે; પરંતુ સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે નિષ્ફર બનીને એ લોકોને તૃણવત્ સમજીને છોડી દે છે. એવા સ્વાર્થી લોકો મુખમાં અમૃત રાખે છે અને મનમાં ઝેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org