________________
પ્રવચન ૮૭
૧૬૭ ચંદનાની પાસે આવ્યા. ચંદનાએ બાકળા આપ્યા. દેવોએ એની બેડીઓ તોડી નાખી. મસ્તક પર સોનેરી વાળ આવી ગયા. ચંદના હર્ષિત થઈ.
પાછળથી ચંદના ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા - સાધ્વી બની હતી. એક રાજકુમારીએ કેટલાં કષ્ટો સહન કર્યા હતાં? શ્રેષ્ઠ શીલવાન શ્રાવક સુદર્શન :
જે રીતે સહનશીલતા એક શ્રેષ્ઠ ગુણ છે, એ જ રીતે શીલ પણ ત્રણે ભુવનમાં પ્રશંસનીય - શ્રેષ્ઠ ગુણ છે. સર્વ વ્રતોમાં શીલવ્રત શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે.
શીલવતના નિયમમાં “શેઠ સુદર્શન' ધર્મશાસ્ત્રમાં પ્રસિદ્ધ મહાપુરુષ છે. તેમની ધર્મપત્ની મનોરમા મહાસતીના રૂપમાં પ્રશંસિત છે.
શેઠ સુદર્શન જ્યારે નિર્જન ઘરમાં કાયોત્સર્ગ-ધ્યાનમાં હતા ત્યારે રાજાની રાણી અભયાએ તેમનું અપહરણ કરાવ્યું હતું. અને પોતાના મહેલમાં લાવીને તેમની પાસે ભોગની પ્રાર્થના કરી હતી. સુદર્શને રાણીની ભોગ-પ્રાર્થનાનો ઇન્કાર કરી દીધો. રાણીએ શોર મચાવીને સુદર્શનને સૈનિકોને હવાલે કર્યો. તેની ઉપર શીલ લૂંટવાનો આરોપ ઠોકી બેસાડવામાં આવ્યો. રાજાને સુદર્શનની સત્યવાદિતા ઉપર વિશ્વાસ હતો. પરંતુ રાણી ઉપર દયાભાવ લાવીને સુદર્શન મૌન રહ્યો. રાજાએ સુદર્શનને સજા ફટકારી દીધી, સૂળીએ ચડાવી મારી નાખવાની.
સુદર્શન તો નિર્ભય અને નિશ્ચલ રહ્યા. શેઠાણી મનોરમાએ સાગારિક અનશન લઈને પરમાત્માની સામે કાયોત્સર્ગ-ધ્યાન શરૂ કરી દીધું. મારા પતિ નિર્દોષ છે. નિર્દોષ સિદ્ધ થઈને ઘેર આવવા જ જોઈએ, તે પછી જ હું ધ્યાન પૂર્ણ કરીશ.”
દેવોએ સૂળીનું સિંહાસન બનાવી દીધું. સુદર્શનને સિંહાસન પર આરુઢ કર્યા. ભેદ ખૂલી ગયો. રાજા રાણીને ભારે શિક્ષા કરવા તૈયાર થયો; સુદર્શને રાણીને બચાવી લીધી અને ઘેર ગયા. મનોરમાએ ધ્યાન પૂર્ણ કર્યું અને સુદર્શનનું સ્વાગત કર્યું.
ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં સુદર્શન અને મનોરમાએ કેટલી ઉત્કૃષ્ટ રીતે શીલવ્રતનું પાલન કર્યું હતું જેટલી પ્રશંસા-સ્તવના કરીએ એટલી ઓછી છે. વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ :
હવે કેટલાક ઉચ્ચ કોટિના જ્ઞાની-ધ્યાન-યોગી મહાપુરુષોનું સ્મરણ કરીને, તેમની સ્તવના કરીને પ્રવચન પૂર્ણ કરીશ.
* સૌપ્રથમ ગ્રંથકાર આચાર્યદિવશ્રી હરિભદ્રસૂરિજીને યાદ કરીએ. ૧૪૪૪ ધર્મગ્રંથોની રચના કરીને જિનશાસનમાં પોતાનું નામ તેમણે અમર કર્યું છે.
તેમની પ્રથમ વિશેષતા હતી - પ્રતિજ્ઞાપાલનની. પ્રતિજ્ઞાપાલનની દ્રઢતા ઉપર તો તેઓ પુરોહિતમાંથી સાધુ બન્યા. બીજી વિશેષતા હતી ઉપકારીના ઉપકારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org