________________
( પ્રવચન ૮૮ )
પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથ “ધર્મબિંદુના ત્રીજા અધ્યાયના અંતિમ સૂત્રમાં લખ્યું છે કે :
“સત્તાવિર્ષ માલિયાઃ " સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના, ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવના, દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવના અને અવિનીતો પ્રત્યે ઉપેક્ષા ભાવનાનું ચિંતન કરવું જોઈએ.
મૈત્રીભાવના અને પ્રમોદભાવના ઉપર વિવેચન કર્યા પછી આજે કરુણા ભાવનાના વિષયમાં વિવેચન કરવાનું છે. સૌથી પહેલાં કરુણાની પરિભાષા સમજવાની છે. ગ્રંથકારે કહ્યું છે : પરવિનાશિની વI બીજાનાં દુઃખ દૂર કરવાં, નાશ કરવો તેનું નામ કરુણા. બીજા શબ્દોમાં આ જ વાત શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીએ “શાન્તસુધારસ'માં કહી છે :
થિમહિનાં નિરીષ દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવનાકરુણા છે. સંસારના વિવિધ જીવોનાં વિવિધ દુઃખઃ
કરુણા ભાવનાનો વિષય છે દુઃખી જીવ. એટલા માટે પ્રથમ તો સંસારના જીવોનાં દુઃખો સમજી લેવાં જોઈએ. જીવોનાં દુઃખોનો બોધ થયા પછી જ તેમના પ્રત્યે કરુણા ભાવના ભાવવાની છે - “આ જીવોનાં દુઃખ દૂર થાઓ, નષ્ટ થાઓ.’
સંસારમાં જીવોનું પહેલું અને મોટું દુઃખ છે ખાવાપીવાનું. મોટા ભાગના લોકોનેજીવોને ભોજન મળતું નથી. મળે છે તો પર્યાપ્ત માત્રામાં મળતું નથી. - નરકના જીવોને ભોજન મળતું જ નથી.
- તિર્યંચગતિના જીવોને પર્યાપ્ત માત્રામાં ભોજન નથી મળતું. મળે છે તો પરાધીન સ્થિતિમાં મળે છે. જેવું જોઈએ તેવું ભોજન તો મળતું નથી.
-માનવસૃષ્ટિમાં પણ મોટા ભાગના લોકોને જેટલું અને જેવું જોઈએ તેવું ભોજન નથી મળતું. અત્યારે તમે વર્તમાનપત્રોમાં વાંચો છો કે “ઇથિયોપિયા” વગેરે દેશોમાં કેવો ભૂખમરો છે ! હજારો લોકો ભોજન વગર મરી રહ્યાં છે. ભૂખ્યો જીવ કરુણાપાત્ર છે. ભૂખ્યાને ભોજન આપવું કરુણા છે. તરસ્યાને પાણી આપવું કરુણા છે. ‘તરત’ પણ જીવોનું એક મોટું દુઃખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org