________________
શ્રાવક જીવન : ભાગ ૪
મનુષ્યનું બીજું દુઃખ છે વસ્ત્રનું. વિશ્વમાં એક-બે કરોડ લોકો તો નિર્વસ્ત્ર હશે. એનાથી વધારે લોકો પાસે શરીર ઢાંકવા માટે પર્યાપ્ત વસ્ત્રો નહીં હોય, જે લોકો પાસે પર્યાપ્ત વસ્ત્ર હોવા છતાં પણ મનપસંદ વસ્ત્રો નથી હોતાં, એ બધા દુઃખી થાય છે. એ સર્વે લોકો કરુણાપાત્ર હોય છે. નિર્વસ્ત્ર અને અલ્પ વસ્ત્રવાળા મનુષ્યોને વસ્ત્રદાન દેવું કરુણા છે.
૧૭૦
છતાં પણ જે લોકો વસ્ત્રોના વિષયમાં વિશેષ ચિંતિત રહે છે એમના માટે માત્ર કરુણા ભાવના જ ભાવવાની છે. મનુષ્યનું ત્રીજું મોટું દુઃખ છે ઘરનું. જેમની પાસે ઘર નથી હોતું, પોતાનું ઘર નથી હોતું, ભાડાનું ઘર નથી હોતું. અને જેઓ આકાશ નીચે રહે છે...વૃક્ષોની નીચે રહે છે, ઘાસની ઝૂંપડીઓમાં રહે છે, તેમના મનમાં મોટી ચિંતા રહે છે - તેઓ ખૂબ દુઃખી હોય છે. એ લોકો કરુણાપાત્ર હોય છે. બેઘર લોકોને ઘર આપવું, આશ્રય આપવો એ કરુણા છે.
કેટલાક લોકોની પાસે ઘર હોય છે, પરંતુ જેવું જોઈએ તેવું નથી હોતું, તેવા લોકો દુઃખી હોય છે. તેમને સદાય મકાનની ચિંતા સતાવતી હોય છે. નાના ઘરવાળા મોટા ઘરની ઇચ્છાથી દુઃખી થાય છે. કેટલાક લોકો સુંદર ઘ૨ પામવાની ઇચ્છાથી દુઃખી થાય છે. તો વળી કેટલાક લોકો અનેક ઘર પામવાની ઇચ્છાથી દુઃખી થાય છે. એ સર્વે કરુણા ભાવનાને પાત્ર હોય છે. કરુણા તો એ લોકો ઉપર કરવાની છે કે જેમની પાસે ઘર છે જ નહીં. તમારામાં શક્તિ હોય તો તે લોકોને ઘર આપવાં જોઈએ.
મનુષ્યની આ ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે - રોટી, કપડાં અને મકાન. જે મનુષ્ય પાસે આ ત્રણ વાતો નથી હોતી તે દુઃખી હોય છે. તે કરુણાપાત્ર છે.
---
જેની પાસે આ ત્રણે આવશ્યકતાઓ પૂર્ણરૂપે હોય છે તે સોનું, ચાંદી, રત્ન, મણિ વગેરેના અલંકારોની સ્પૃહા કરે છે અને સ્પૃહાથી વ્યગ્ર રહે છે. એવા લોકો માટે માત્ર દયાનું ચિંતન કરવાનું હોય છે ઃ ‘એ લોકો એવી વ્યર્થ સ્પૃહાથી મુક્ત થાઓ, તેમની વ્યગ્રતા દૂર થાઓ.'
:
કેટલાક લોકો લગ્ન-સંબંધની બાબતમાં અશાન્ત રહે છે. પહેલાં માતાપિતા સંતાનોના લગ્નસંબંધમાં ચિંતા કરતા હતા, છોકરા માટે યોગ્ય કન્યા શોધતાં હતાં. છોકરી માટે સુયોગ્ય છોકરો શોધતાં હતાં. જ્યારે યોગ્ય સમયે છોકરાછોકરીઓનાં લગ્ન નથી થતાં ત્યારે માતાપિતા અતિવ્યથિત રહે છે. આજ કાલ મોટા ભાગનાં છોકરા-છોકરીઓ પોતે જ લગ્ન કરી લે છે; એવા લોકો પ્રાયઃ લગ્ન પછી દુઃખી થાય છે.
કેટલાક લોકો એટલા માટે દુઃખી થાય છે કે તેમની પાસે લગ્ન કરવા માટે પૈસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org