________________
૨૧૬
શ્રાવક જીવન : ભાગ ૪ મહાશતકને શીલવ્રતની સાથે આત્માને ભાવિત કરતાં ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં; પછી ગૃહકાર્યમાંથી નિવૃત્ત થઈને પૌષધશાળામાં રહેવા લાગ્યા, ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા.
એક દિવસે રેવતી મદિરાપાન કરીને, મત્ત થઈને નશામાં ડગમગાતી, કેશ વિખેરીને, ઉત્તરીયવસ્ત્રને દૂર કરતી શૃંગાર કરીને પૌષધશાળામાં પહોંચી. મોહોન્માદ - ઉત્પાદક અને શૃંગારિક હાવભાવ પ્રદર્શિત કરતી તે મહાશાલને કહેવા લાગીઃ “ધર્મની ઇચ્છાવાળા, સ્વર્ગની ઇચ્છાવાળા, મોક્ષની ઇચ્છાવાળા, ધર્મની આકાંક્ષાવાળા, ધર્મની પિપાસાવાળા હે મહાશતક, તારા ધર્મ, પુષ્ય, સ્વર્ગ અને મોક્ષ - શું ફળ છે ? તું મારી સાથે ભોગવવા યોગ્ય ભોગ નથી ભોગવતો?”
મહાશતકે રેવતીની વાત પર ધ્યાન ન આપ્યું અને ધર્મધ્યાનમાં લીન રહ્યા. રેવતી પાછી ઘરમાં ચાલી ગઈ. મહાશતકે ૧૧.પ્રતિમાઓની આરાધના પૂર્ણ કરી. ઘોર તપશ્ચયથી મહાશતક કૃશ - દુર્બળ થઈ ગયા. તેમણે મારશાન્તિક સંલેખના કરી, અનશન કર્યું, અને સમાધિમૃત્યુની આકાંક્ષા કરવા લાગ્યા. શુભ અધ્યવસાયથી તેમને અવધિજ્ઞાન થઈ ગયું.
રેવતી પુનઃ ઉન્મત્ત થઈને પૌષધશાળામાં આવી, અને પૂર્વવત્ બોલવા લાગી. ત્રણ ત્રણ વાર તે જ ભોગ-પ્રાર્થના કરવા લાગી, ત્યારે મહાશતકે કહ્યું: “રેવતી, તું સાત દિવસમાં વિપૂચિકા - કોગળિયામાં આર્તધ્યાન કરતી, અત્યંત દુઃખી થઈને અસમાધિમાં મરીશ; મરીને પહેલી નરકમાં જઈશ.” રેવતી એ રીતે જ મરી અને નરકમાં ગઈ.
એ સમયે ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા હતા. એમણે ગૌતમ સ્વામીને મહાશાલક - રેવતીનું વૃત્તાંત સંભળાવીને કહ્યું : “હે ગૌતમ, તુ મહાશતક પાસે જા, અને કહે કે તે રેવતીને જે કટુ વચનો કહ્યાં તે ઉચિત નથી. એટલા માટે તારે આલોચના કરીને યથોચિત પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.’
ગૌતમ સ્વામી મહાશતક પાસે ગયા. ભગવાનનો સંદેશો સંભળાવ્યો. મહાશતકે વાત સ્વીકારી લીધી. મહાશતકે ૨૦ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. સમાધિમૃત્યુ પામીને તે સૌધર્મદિવલોકમાં દેવ બન્યા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્રધર્મ અંગીકાર કરીને મુક્તિ પામશે.” નવમાં શ્રાવક હતા નંદિનીપિતા:
નંદિનીપિતા શ્રાવસ્તી નગરીના નિવાસી હતા. તેમની પાસે બાર કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. ચાર વ્રજ હતા. તેમની પત્નીનું નામ હતું “અશ્વિની.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org