________________
પ્રવચન ૯૨
૨૧૭ નંદિનીપિતાએ ૧૪ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. પંદરમા વર્ષે ગૃહકાર્યમાંથી નિવૃત્ત થઈને, પૌષધશાળામાં જઈને ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા. આ રીતે ૨૦ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ શ્રેત્રમાં જન્મ પામશે, ત્યાં ચારિત્રધર્મની આરાધના કરીને મોક્ષ પામશે. દશમા મહાશ્રાવક હતા સાલિદીપિતા:
તેઓ શ્રાવસ્તી નગરીના નિવાસી હતા. તેમની પાસે ૧૨ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. ચાર વ્રજ હતા. તેમની પત્નીનું નામ હતું ફાલ્ગની. સાલિદીપિતાએ ભગવાન મહાવીરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. શ્રાવકોની ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું હતું. સમાધિમૃત્યુ પામીને દેવલોકમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ચારિત્રધર્મનો સ્વીકાર કરીને સર્વ કર્મોનો ક્ષય કરીને તે મોક્ષમાં જશે.
આ દશે શ્રાવકોની શ્રાવકધર્મની આરાધના લગભગ સમાન હતી. સર્વ શ્રાવકોએ દર્શન, વ્રત, સામાયિક, પૌષધ કાયોત્સર્ગ, પ્રતિમા, બ્રહ્મચર્યપાલન, સચિત્ત આહારનો ત્યાગ, આરંભવર્જન અને ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. ૨૦ વર્ષ સુધી શ્રાવકોપાસક ધર્મનું પાલન કર્યું, એક માસનું અનશન કર્યું. સૌધર્મદિવલોકમાં તેમની ચાર પલ્યોપમ વર્ષની આયુ-સ્થિતિ છે અને પછી બધા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને ચારિત્રધર્મ સ્વીકાર કરીને મોક્ષમાં જશે. ભાવશ્રાવકધર્મથી અવશ્ય - ચારિત્રપ્રાપ્તિ
ગ્રંથકારે શ્રાવકધર્મનો મહિમા બતાવતાં કહ્યું છે. શ્રાવકધર્મના યથાર્થ પાલનથી ચારિત્રધર્મની પ્રાપ્તિ અવશ્ય થાય છેપરં વારિત્ર પામ્ આ ભવમાં અથવા ભવાન્તરમાં ભગવાન મહાવીરના ૧૦મહાશ્રાવકોએ ભાવશ્રાવકધર્મનું પાલન કર્યું હતું, તો તે દરેકને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્રધર્મની પ્રાપ્તિ થવાની છે અને બધા મોક્ષે જવાના છે. - જો તમે મુક્તિના અભિલાષી હો, સંસાર-સાગરને પાર કરવાની ઇચ્છા રાખતા હો, તો ભાવશ્રાવકધર્મનું સારું પાલન કરો. આ જન્મમાં ચારિત્રધર્મ સ્વીકારવાનું સૌભાગ્ય મળી જાય તો સારું, અન્યથા બીજા જન્મમાં તો અવશ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ થશે. માની લો કે ત્રણ ભવમાં મુક્તિ ન થઈ તો વધારેમાં વધારે આઠ ભાવમાં તો મુક્તિ થશે જ.
સભામાંથી મુક્તિ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ મુક્તિ પામવાની કોઈ તમન્ન યમાં જાગી નથી.
મહારાજશ્રી દુઃખોમાંથી મુક્તિ ઈચ્છો છો, સંસારમાંથી મુક્તિ નથી ઇચ્છતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org