________________
૨૧૮
વક જીવન : ભાગ ૪
ભૂલતા નહીં કે જ્યાં સુધી સંસારમાં રહેશો ત્યાં સુધી દુઃખોમાંથી મુક્તિ નહીં મળે. સંસાર દુઃખરૂપ જ છે. એટલા માટે મારે દુઃખરૂપ સંસારમાંથી મુક્તિ પામવી જ છે,’ એ નિર્ણય તો કરવો જ પડશે.
ગૃહસ્થ ધર્મમાં રહેતાં ગૃહસ્થ જીવનના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. એ પાલન ત્યારે જ થઈ શકશે કે જ્યારે તમારા હૃદયમાં મૂળભૂત ગુણ ‘ભવવૈરાગ્ય’ હશે. ભાવશ્રાવકધર્મનું યથાર્થ પાલન ‘ભવવૈરાગ્ય’ હશે તો જ બનશે.
એટલા માટે તો ‘જયવીયરાય' સૂત્રમાં સર્વ પ્રથમ પરમાત્મા પાસે ભવનિર્વેદ, ભવવૈરાગ્ય માગીએ છીએ. માનુસારિતા પણ ભવવૈરાગ્ય ઉપર નિર્ભર છે. સમ્યગ્દર્શનની પહેલાં મિથ્યાત્વની ભૂમિકા ઉપર પણ ભવવૈરાગ્ય થવો જરૂરી છે. તો જ યોગ અને અધ્યાત્મનો આરંભ થઈ શકે છે.
યોગની પહેલી મિત્રા દૃષ્ટિમાં મોલ્વેશ્વ સનઃ। બતાવ્યો છે. સહજ રૂપથી ભવોદ્વેગ - ભવવૈરાગ્ય પેદા થાય છે. આમ તો પહેલી ચાર દૃષ્ટિ મિથ્યાત્વની અવસ્થામાં જ પ્રગટે છે. પરંતુ એ અવસ્થામાં પણ જીવોનો આધ્યાત્મિક વિકાસ થતો રહે છે. એ આધ્યાત્મિક વિકાસનો આધાર હોય છે ભવવૈરાગ્ય.
જેમ જેમ વૈરાગ્યભાવના વૃદ્ધિ પામતી જશે, તેમ તેમ આત્મા ચારિત્રધર્મની નિકટ પહોંચતો જશે. સહજભાવથી આત્મામાં ચારિત્ર-ગુણનો આવિર્ભાવ થતો જશે. ચારિત્રવંત આત્માઓ પ્રત્યે સ્નેહ-સદ્ભાવ પેદા થશે. ચારિત્રધર્મની વાતો પ્રિય લાગશે.
ગૃહસ્થ ધર્મની, શ્રાવકધર્મની ક્રિયાત્મક અને ભાવાત્મક કેટલી બધી વાતો ગ્રંથકારે બતાવી છે ? એવું જીવન જીવવું મુશ્કેલ પણ નથી. વર્તમાન કાળમાં પણ જો તમે પાકો નિર્ણય કરી લો તો સહજતાથી શ્રાવક જીવન પણ જીવી શકો છો. એવું આદર્શ શ્રાવક જીવન જીવીને ચારિત્રધર્મ પ્રતિ અગ્રેસર બનો એ જ મંગલ
કામના.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org