________________
૨
પ્રથમ કારણ છે પૂર્વપ્રયોગ. બીજું કારણ છે સંગનો અભાવ.
ત્રીજું કારણ છે બંધનોનું તૂટવું, અને
ચોથું કારણ છે એ પ્રકારનું ગતિપરિમાણ.
પૂર્વપ્રયોગ :
મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. ઉપર જાય છે. ‘સમુદ્દાત’ની ક્રિયા પૂર્ણ કર્યા પછી ‘યોગ નિરોધ’ ક૨વા માટે આત્મા ત્રીજું ‘શુક્લધ્યાન’ (સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ) કરે છે. અને અંતે પોતાના ચરમ શરીરનો ત્રીજો હિસ્સો ઓછો કરે છે. (શરીરના પોલા હિસ્સાને ભરીને) ‘પૂર્વપ્રયોગ’ના સંસ્કાર આત્મામાં રહેલા જ હોય છે. એ સંસ્કાર એટલે ઊર્ધ્વગમન માટે સાનુકૂળ ક્રિયાશીલતા.
-
શ્રાવક જીવન : ભાગ ૪
જેવી રીતે કુંભાર પહેલાં દંડાથી ચક્રને ફેરવે છે. પછી ઠંડો કાઢી લે છે, છતાં ય ચક્ર તો ફરતું જ રહે છે. એ રીતે પૂર્વપ્રયોગ પૂરો થઈ જવા છતાં પણ આત્મામાં ઊર્ધ્વગમનના (ગતિના) સંસ્કાર રહેલા જ હોય છે. એ સંસ્કારોને કારણે આત્મા ઊર્ધ્વગમન કરે છે.
સંગ-લેપ :
બીજું કારણ છે સંગનો અભાવ - એટલે કે નિર્લેપ. લેપ ઊતરી જતાં જેવી રીતે તુંબડું પાણીની નીચેથી ઉપર આવે છે એ જ રીતે નિર્લેપ આત્મા ઊર્ધ્વગતિ કરે છે.
બંધન તૂટવાં ઃ
જેવી રીતે એરંડાનું ફળ ફૂટતાં જ એનાં બી ઉપર ઊછળે છે એ રીતે જ કર્મનાં બંધન તૂટતાં જ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. ગતિ-પરિણામ ઃ
ઘી યા તેલનો દીવો સળગાવવામાં આવે છે તો એની દીપશિખા ઉપર જ જાય છે. નીચે નથી આવતી કે તીરછી ય નથી જતી.. ઠીક છે, કોઈ નિમિત્ત પામીને આડીઅવળી જાય એ વાત અલગ છે. પરંતુ નિમિત્ત ન રહેતાં તે ઊર્ધ્વગતિ જ કરે છે. એ રીતે મુક્તાત્મા ઊર્ધ્વગમન જ કરે છે. એને 'ગતિ-પરિણામ' કહે છે.
જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી ગતિશીલ છે. પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી અધોગતિશીલ છે અને જીવ. ઊર્ધ્વગતિશીલ છે. સંસારમાં જીવને અધોગતિ કરતો યા તીરછી ગતિ કરતો જોઈ શકાય છે, એ શરીરસંગ અને કર્મનાં બંધનોને કારણે થાય છે. જ્યારે એ સંગ અને બંધન તૂટી જાય છે ત્યારે મુક્ત જીવ પોતાના સ્વભાવ અનુસાર ઊર્ધ્વગતિ જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org