________________
પ્રવચન ૭૭
મોક્ષમાં સુખના પ્રકાર ઃ
પ્રશ્ન : મોક્ષમાં કયા પ્રકારનું સુખ હોય છે ?
ઉત્તર ઃ દુનિયામાં ચાર અર્થોમાં ‘સુખ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે ઃ ૧. વિષયોમાં, ૨. વેદનાના અભાવમાં, ૩. પુણ્યકર્મના વિપાકમાં અને ૪. મોક્ષમાં. ૧. આ સંસારમાં મધુર શબ્દ સુખ છે, સુંદર રૂપ સુખ છે, પ્રિય-ઇષ્ટ ભોજન સુખ છે, મૃદુ સ્પર્શ સુખ છે.....ધનસંપત્તિ સુખ છે. આ રીતે વિષયોમાં ‘સુખ’ શબ્દનો વ્યવહાર થાય છે.
૨. જ્યારે કોઈ રોગ દૂર થાય છે ત્યારે, જ્યારે કોઈ આપત્તિ ટળી જાય છે ત્યારે, માથા ઉપરથી કોઈ ભાર ઊતરી જાય છે ત્યારે આદમી બોલે છે - ‘ઠીક છે, ચાલો હવે સુખી થયા.’
૩. પુણ્યકર્મના વિપાકમાં પણ મનુષ્ય ‘સુખ’ શબ્દનો પ્રયોગ કરે છે. આપણો તો પુણ્યોદય છે એટલા માટે મનપસંદ મજાનો બંગલો મળી ગયો. આપણે તો સુખી છીએ. હવે સુખનો ઉદયકાળ આવ્યો છે.’ - આ રીતે મનુષ્ય બોલે છે. ૪. મોક્ષમાં પરમ સુખ જ હોય છે. નિરૂપમ સુખ હોય છે. મુક્ત આત્માને ન તો શરીર હોય છે, નથી તો મન હોતું, તો પછી એને એક પણ દુઃખ કેવી રીતે હોઈ શકે ? દુઃખના અભાવરૂપ સુખ મુક્ત આત્માઓને હોય છે.
ન
આ સુખને અનુમાન પ્રમાણથી યા ઉપમાન પ્રમાણથી સિદ્ધ ન કરી શકાય. આ વિશ્વમાં એવું પ્રસિદ્ધ લિંગ નથી કે જેના બળ પર અનુમાનથી મુક્તાત્માના સુખને સિદ્ધ કરી શકાય. એટલા માટે કહ્યું છે કે “મુક્તાત્માને દુઃખનાં કારણભૂત મન તેમજ શરીર નથી; એટલે તેને દુઃખ થતું નથી, સુખ જ થાય છે.'
૬૩
મુક્તાત્માઓના પ્રમુખ આઠ ગુણ :
મુક્ત - સિદ્ધ આત્માઓને આઠ કર્મોના ક્ષયથી આઠ ગુણ પ્રકટ થાય છે. ૧. જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનન્તજ્ઞાન-કેવળજ્ઞાન પ્રકટ થાય છે.
૨. દર્શનાવરણ કર્મના ક્ષયથી અનંતદર્શન ગુણ પ્રકટ થાય છે.
૩. મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્રગુણ પ્રકટ થાય છે.
૪. વેદનીય કર્મના ક્ષયથી અનંત સુખ પ્રકટ થાય છે. ૫. અંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્ય પ્રાપ્ત થાય છે. ૬. આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ પ્રકટ થાય છે. ૭. નામકર્મના ક્ષયથી અરૂપિતા પ્રકટ થાય છે.
૮. ગોત્રકર્મના ક્ષયથી અનંત અવગાહના પ્રાપ્ત થાય છે.
મુક્ત થયા પછી આત્માને કર્મબંધનાં કોઈ કારણ નથી રહેતાં એટલે જન્મ-જરામૃત્યુ આદિ દુઃખ નથી રહેતાં. એટલે મુક્તાત્માને પુનઃ જન્મ લેવો પડતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org