________________
૮૨
કરીશ.
૮. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ છે. અવસર આવતાં ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કરીશ. શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર સંઘના ચારે અંગોની ઉચિત સેવા કરીશ.
શ્રાવક જીવન : ભાગ ૪
૯. એક આચાર્ય પાસે અધ્યયન કરનારા સાધુઓની ઉચિત સેવા કરીશ, એટલે કે ‘કુલ’ની સેવા કરીશ.
૧૦.‘ગણ’ની સેવા કરીશ. અનેક આચાર્યકુલોના સમૂહને ગણ કહે છે.
તીર્થંકર ભગવંતોએ વૈયાવચ્ચ’ને શ્રેષ્ઠ ગુણ બતાવ્યો છે. હું વૈયાવચ્ચ કરવામાં પ્રમાદ નહીં કરું. વૈયાવચ્ચનો ઉત્કૃષ્ટ ગુણ જેનામાં હતો તે નંદિષેણ મુનિ વગેરેને મારો આદર્શ માનીશ, એમનાં પચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરીશ. મને આવું શ્રમણ જીવન ખૂબ સારું લાગે છે.
બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન ઃ
બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે હું નવ ગુપ્તિનું પાલન કરવામાં તત્પર રહીશઃ ૧. સ્ત્રી-પશુ અને નપુંસકથી રહિત વસતિ - સ્થાનમાં હું રહીશ.
૨. સ્ત્રીઓની સાથે એકાન્તમાં વાતો નહીં કરું. અન્ય લોકોની સામે પણ સ્ત્રીસંબંધી વાતો નહીં કરું.
૩. સ્ત્રીની સાથે એક આસન ઉપર નહીં બેસું. જે જગાએ ૫૨-સ્ત્રી બેઠી હશે, એ જગા ઉપર ૪૮ મિનિટ સુધી હું નહીં બેસું.
૪. સ્ત્રીના શરીરના અંગોપાંગ નહીં જોઉં. સ્ત્રીનું ચિંતન નહીં કરું.
૫. પતિ-પત્નીનો વાતિલાપ નહીં સાંભળું.
૬. ગૃહસ્થ જીવનમાં કરેલી કામ-ક્રીડાનું સાધુજીવનમાં સ્મરણ નહીં કરું.
૭. હું અતિસ્નિગ્ધ અને અતિમધુર ભોજન નહીં કરું.
૮. રુક્ષ આહાર પણ અતિમાત્રામાં નહીં કરું.
૯. સ્નાન વિલેપન...સાજસજ્જા, આદિ શરીર-વિભૂષા નહીં કરું. રત્નત્રયીનું પાલન ઃ
શ્રી તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર - ત્રણ રત્નો છે. સમ્યદર્શન-જ્ઞાન-ચાગિાળિ મોક્ષમાર્ન । આ મોક્ષમાર્ગ છે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે અવબોધ આત્મામાં પ્રકટે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org