________________
શ્રાવક જીવન ઃ ભાગ ૪ બની જાય છે. એટલા માટે હું કદી પણ માયા નહીં કરું. તમામ નુકસાનોનું આશ્રયસ્થાન અને તમામ દુઃખોનો રાજમાર્ગ છે લોભ. આવા લોભનો શિકાર જે કોઈ જીવ બને છે તે કયું સુખ પ્રાપ્ત કરે છે? સર્વે સુખો,
લોભથી દૂર રહે છે. એટલા માટે હું લોભ નહીં કરું. ચરણ સિત્તરી :
આ રીતે શ્રાવક-શ્રાવિકા જ્યારે શ્રમણ ધર્મના - સાધુધર્મના અનુરાગી બને છે, ત્યારે ૭૦ પ્રકારના ચારિત્રધર્મની આરાધનાના મનોરથ એમના મનમાં પેદા થાય છે. પ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ અને ૪ ક્રોધાદિ કષાયોનો ત્યાગ.
આવા મનોરથ કરતો શ્રાવક વિપુલ કનિર્જરા કરે છે. એનો આત્મા વિશુદ્ધિના પથ ઉપર આગળ વધતો રહે છે. તે શ્રેષ્ઠ કોટિનું શ્રમણ જીવન જીવવાની ભાવના રાખે છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org