________________
શ્રાવક જીવન : ભાગ ૪
જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં આ સંસાર-સાગર અનંત વિષમતાઓથી ભરેલો અને અત્યંત દારુણ છે. જે જ્ઞાની છે, વિરક્ત છે, તેઓ સંસારના કોઈ પણ સુખ પ્રત્યે આકર્ષાતા નથી, લલચાતા નથી. તેમનું સદા-સર્વદા એક જ લક્ષ્ય હોય છે ઃ ‘ક્યારે આ ભવસાગરની પાર ઊતરું ?’ તેના તમામ પ્રયત્નો ભવસાગરની પાર ઊતરવા માટે હોય છે, મુક્તિ માટે હોય છે. તેઓ મન-વચન અને કાયાથી ભવસાગરની પાર ઊતરવા પ્રયત્નશીલ હોય છે.
૩૮
હવે તમે લોકો આત્મચિંતન કરો. તમારે વિચાર કરવો જોઈએ કે આ ભવસાગર આપણા માટે રહેવાલાયક છે ? આપણે આ સાગરમાં શું સ્થિર રહેવું જોઈએ ? ક્યાંય પણ કોઈ સુગમ પથ છે ખરો ? ક્યાંય નિર્ભયતા છે ખરી ? અશાંતિ વગરનું, અસીમ સુખ છે ? નથી, તે તો માત્ર મૃગજળ છે. તો પછી આ સંસારમાં સ્થિર થવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે ?
જ્યાં સ્વસ્થતા નથી, શાન્તિ નથી, સુખ નથી, નિર્ભયતા નથી, ત્યાં રહેવાની કલ્પનાથી જ હૃદય કંપી ઊઠે છે. જ્યારે દેશનું વિભાજન થયું, અને ભારતપાકિસ્તાન બે રાષ્ટ્ર બન્યાં ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ પરિવારોની કેવી સ્થિતિ હતી ? એમનું જીવન કેવું હતું ? ત્યાંથી લાખો હિન્દુ પરિવારો હિજરત કરીને ભારતમાં ચાલ્યા આવ્યા. જીવ હાથમાં લઈને, સુખશાન્તિ અને સંપત્તિ ગુમાવીને ! કારણ કે ત્યાં તેમને નિર્ભયતા અને પોતાની સલામતીનો વિશ્વાસ ન રહ્યો.
આ રીતે જ્યારે ભવસાગરમાંથી હિજરત કરવાની ઇચ્છા જાગી જાય, ત્યારે માયા-મમતાનાં બંધન તૂટતાં એક ક્ષણ પણ નહીં લાગે. એટલા માટે અહીં ભવસાગરની ભીષણતાનું યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે. એકલા હો ત્યારે શાન્તિથી આની ઉપર ચિંતન કરો. એકાગ્ર બનીને આની ઉપર પ્રતિદિન વિચાર ક૨ો. જ્યારે તમારો આત્મા ભવસાગરની ભયાનકતા અને વિષમતાથી ભયભીત થઈ જશે, ત્યારે એને પાર કરવાની તીવ્ર લાલસા જાગી ઊઠશે. તમે મન, વચન અને કાયાથી પાર ઊતરવા માટે તૈયાર થઈ જશો. ભવનો ભય લાગવો જોઈએ.
સભામાંથી પ્રવચન સાંભળતી વખતે તો ભવનો ભય લાગે છે, પરંતુ એ ભય હંમેશાં રહેતો નથી...મન સ્થિર રહેતું નથી.
મહારાજશ્રી : જ્યાં ભય લાગે છે ત્યાં મન સ્થિર બને જ છે. ભવસાગરનો ભય લાગશે, મન સ્થિરતાથી એ ભવસાગરને પાર કરવાના ઉપાયો કરશે જ.
કોઈ એક નગરમાં એક પ્રસિદ્ધ અને ધનાઢ્ય નાગરિક હતો. તેની એ દૃઢ માન્યતા હતી કે ‘લાખ પ્રયત્નો કરવા છતાં મન નિયંત્રિત-સ્થિર રહેતું નથી.’ તે સર્વત્ર મનની અસ્થિરતા એટલે ચંચળતાની ઘોષણા કરતો રહેતો હતો. પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org