________________
૧૬
શ્રિાવક જીવન : ભાગ ૪
• વ્યસની તેમજ સ્વચ્છંદી યુવકો સાથે દોસ્તી ન કરવી, પરિચય ન રાખવો.
એક વાત યાદ રાખો : યૌવન ફૂલ જેવું છે, તે જલદી કરમાઈ જશે. ધનસંપત્તિ :
ધનસંપત્તિ સંસારની ચોથી મહત્ત્વપૂર્ણ વાત છે. સંસારમાં જે મનુષ્ય પાસે લક્ષ્મી હોય છે, વધારે લક્ષ્મી હોય છે અને સુખી માનવામાં આવે છે. અને તે લક્ષ્મીપતિ પણ પોતાની જાતને “મહાન માને છે. જ્યારે મનુષ્યની પાસે લક્ષ્મી આવે છે ત્યારે તે સમજે છે કે હવે આ લક્ષ્મી મારી પાસે જ રહેશે. પરંતુ આ ભ્રમણા છે. ધનસંપત્તિ અંગે વાસ્તવિક અવલોકન કરવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છેઃ ૦ ચક્રવર્તી અને સમ્રાટ રાજાઓ જેવા પુણ્યશાળી પુરુષોની ય લક્ષ્મી-સંપત્તિ સ્થાયી નથી હોતી, ત્યારે જે સાધારણ માનવોનો પુણ્યોદય જ હોતો નથી; એમની પાસે શું ચંચળ લક્ષ્મી સ્થિર રહી શકે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે મોટા મોટા પુણ્યશાળીઓની વિભૂતિ સ્થિર રહી શકતી નથી, તો પછી સાધારણ લોકોની તો વાત જ શું કરવી? જો તમે એવું વિચારતા હો કે : “અમે ઉત્તમ કુળના છીએ, ઘેર્યવાન છીએ, શાસ્ત્રજ્ઞ-પંડિત છીએ, મોટા શૂરવીર છીએ, સંસારના પૂજ્ય છીએ, મોટા ધમત્મા છીએ, રૂપવાન છીએ, પરોપકારી છીએ, પરાક્રમી છીએ. એટલા માટે લક્ષ્મી-સંપત્તિ અમારી પાસે સદાય ટકી રહેશે. અમારા પાંડિત્યથી, શૂરવીરતાથી, રૂપ અને પરાક્રમથી પ્રભાવિત થઈને લક્ષ્મીને અમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે...' આવું વિચારવું મૂર્ખતા છે. આવા તમામ લોકોને છોડીને લક્ષ્મી ચાલી ગઈ છે. આવાં તો હજારો દ્રષ્ટાંતો ઇતિહાસમાં પડ્યાં છે. વર્તમાન જગતમાં પણ આવાં દ્રષ્ટાંતો જોવા મળે છે, સાંભળવા મળે છે. ૦ લક્ષ્મી જલતરંગ જેવી ચંચળ છે. એક સ્થળે વધારે સમય ટકતી નથી. એટલા માટે જ્યાં સુધી તમારી પાસે લક્ષ્મી હોય ત્યાં સુધી તેનો સદુપયોગ કરી લો. સારાં કાર્યોમાં લક્ષ્મીનો વિનિયોગ કરી લો. બની શકે તેટલાં સુકૃત કરી લો.
જો તમે લક્ષ્મી-ધનનું-સંપત્તિનું વાસ્તવિક અવલોકન કર્યું, તમે લક્ષ્મીની ચંચળતા જાણી લીધી. છતાં પણ જો તમે ધનસંચય જ કરતા રહ્યા, નથી ભોગવતા, નથી દાન દેતા, તો તમારું જીવન વ્યર્થ છે. સંપત્તિની, લક્ષ્મીની અંતિમ પરિણતિ વિનાશ છે. લક્ષ્મી એક દિવસ તમને છોડીને ચાલી જશે અથવા તમારે લક્ષ્મીને છોડીને ચાલ્યા જવું પડશે. - શ્રીમંતો ! શું તમે તમારી લક્ષ્મીનું-સંપત્તિનું વાસ્તવિક અવલોકન કરશો? નહીં કરો તો પસ્તાવું પડશે. જો તમે તમારી સંપત્તિનો ઉપભોગ ન કરતા હો, દાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org