________________
૧૮૨
શ્રાવક જીવન : ભાગ ૪ કરવાની ભાવના પણ કરુણા છે; એ રીતે વ્યસનગ્રસ્ત માણસોને વ્યસનોમાંથી મુક્ત કરવાં એ કરુણા છે. સર્વ પ્રકારનાં વ્યસનો દુઃખનાં જ કારણરૂપ છે. વ્યસની માણસ દુખી જ થાય છે. જો કે માણસ સુખ પામવાની મિથ્યા કલ્પનાથી અથવા દુઃખને ભૂલવાની ભ્રામક કલ્પનાથી વ્યસન સેવન કરે છે. - નાનાં બાળકો જે વ્યસનો કરે છે, તે સુખ પામવાની કલ્પનાથી કરે છે. - યુવકો પણ મોટે ભાગે સુખ પામવાની કલ્પનાથી જ વ્યસનોમાં ફસાય છે.
કેટલાક યુવકો દુઃખોને ભૂલવાની દ્રષ્ટિથી વ્યસન-સેવન કરે છે. પ્રૌઢ અને વૃદ્ધ લોકોને આદત પડી ગઈ હોય છે, વ્યસન-સેવનની. મુખ્ય વ્યસનો આ છે : ૦ તમાકુ
બીડી, સિગારેટ ૦ પાનપરાગ • શરાબ મનુષ્ય ભિન્નભિન્ન રૂપે આ વ્યસનોનું સેવન કરે છે. એનાથી પૈસાનો દુર્વ્યય તો થાય જ છે, શરીરને પણ નુકસાન પહોંચે છે. કેન્સર જેવા અસાધ્ય રોગ પણ થાય છે. મન અશાંત અને ઉદ્વિગ્ન રહે છે. આત્મા પાપકર્મોથી બંધાય છે. આવા વ્યસની લોકોને વ્યસનોમાંથી મુક્ત કરવાની ભાવના પણ કરુણા-ભાવના છે. પરંતુ વ્યસનોથી મનુષ્યને મુક્ત કરવો સરળ કામ નથી, ખૂબ મુશ્કેલ કામ છે. છતાં પણ ભાવના તો રહેવી જ જોઈએ. શરાબની વ્યાપકતા :
તમાકુ તો ભિન્નભિન્ન સ્વરૂપમાં વ્યાપક છે જ, પણ હવે તો શરાબ પણ વ્યાપક થતો જાય છે. મેં એવા પણ પરિવારો જોયા છે કે જ્યાં લોકો ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરે છે, પૂજા-પાઠ કરે છે, માળા ફેરવે છે, તીર્થયાત્રા કરે છે અને શરાબ પણ પીએ છે. નશો કરે છે. ઘરમાં બ્રાંડીની બાટલીઓ હોય છે. હોટલોમાં જઈને પણ પીએ છે. . પ્રારંભ “બીયરથી થાય છે. આગળ વધતાં વિદેશી હિસ્કી’ શરૂ થઈ જાય છે. ૧૬-૧૮ વર્ષની ઉંમરનાં છોકરા-છોકરીઓ પણ નિર્ભય થઈને પીએ છે. નશો કરે છે અને નશામાં વિવેકશૂન્ય થઈને કુત્સિત પાપાચરણ કરે છે. આવા લોકોની ધર્મક્રિયાઓનો કોઈ અર્થ નથી, માત્ર તેમનો દંભ પોષાય છે. એ લોકો શરાબથી થનાર નુકસાનને જાણતા નથી? જાણે છે, છતાં કોઈ ને કોઈ વ્યામોહમાં ફસાઈને તેઓ શરાબ પીએ છે. – કેટલાક લોકો અશાંતિથી બચવા પીએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org