________________
પ્રવચન ૮૫
૧૪૫
જો માણસ એ સમયે આયુષ્યકર્મ બાંધી લે છે તો દુર્ગીતનું આયુષ્ય બાંધી લે છે.
કૌશિક તાપસ મહાક્રોધી હતો. મંદિરની પાસે એનું ખેતર હતું; ખેતરમાં વિવિધ પ્રકારનાં ફળ-ફૂલ પણ પેદા થતાં હતાં. કૌશિક હાથમાં શસ્ત્ર રાખીને ખેતરની રક્ષા કરતો હતો. મારી ૨જા વગર કોઈ પણ મનુષ્ય મારા ખેતરમાં પ્રવેશ કરશે તેનું માથું ફોડી નાખીશ.’
મનુષ્યના મનમાં સ્થાવર-જંગમ સંપત્તિ ઉપર મમત્વ થઈ જાય છે, ત્યારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આવી જ જાય છે. એટલા માટે સંપત્તિ ઉપર મમત્વ ન કરવું. મમત્વ થઈ ગયું હોય તો તેને તોડવા પ્રયાસ કરવો.
કૌશિક તાપસ તીવ્ર ક્રોધી હતો. એટલા માટે લોકોએ એનું નામ ચંડકૌશિક રાખ્યું હતું. ‘ચંડ’ શબ્દ ક્રોધના અર્થમાં છે. તે લોકોમાં ખૂબ જ અપ્રિય બની ગયો હતો. એક દિવસે એના ખેતરમાં રાજકુમારો પેસી ગયા, ચંડકૌશિકે એમને જોયા. તેઓ ચંડકૌશિકની રજા વગર ઘૂસી ગયા હતા, તો ચંડકૌશિકે જોઈ લીધા. રાજકુમારો ફળ તોડીતોડીને ખાતા હતા. ચંડકૌશિકે બૂમ પાડી. રાજકુમારો તરફ દોડ્યો.. રાજકુમારો પણ દોડ્યા. ચંડકૌશિકના હાથમાં શસ્ત્ર હતું; તેણે ક્રોધમાં આવીને રાજકુમારો ઉપર દૂરથી શસ્ત્ર ફેંક્યું; પરંતુ દુર્ભાગ્યે શસ્ત્ર આકાશમાં ઊછળ્યું...તાપસ દોડી રહ્યો હતો. વચ્ચે ખાડો આવ્યો, તે ખાડામાં પડી ગયો અને શસ્ત્ર તેના જ માથા ઉપર પડ્યું. માથું કપાઈ ગયું...તાપસ મરી ગયો. તીવ્ર ક્રોધમાં એણે સર્પયોનિનું આયુષ્યકર્મ બાંધી લીધું. મરીને તે સાપ બન્યો. આ જ ચંડકૌશિક સાપ કે જેણે ભગવાન મહાવીરના ચરણ પર ડંખ માર્યો હતો. ભગવાનના અંગુઠામાંથી દૂધ જેવા રક્તની ધારા વહી હતી.
ચંડકૌશિક સાપનું કોઈ પુણ્યકર્મ ઉદયમાં આવી ગયું હશે કે જેથી તેને ભગવાન મહાવીરનો સંયોગ થયો; ભગવાને તેને પ્રતિબોધ આપ્યો. તેથી તેને પોતાના પૂર્વભવ યાદ આવી ગયા અને તે પ્રતિબુદ્ઘ થયો. અનશન કર્યાં અને મરીને આઠમા દેવલોકમાં ગયો. અન્યથા સર્પ મરીને પ્રાયઃ નરકમાં જ જાય છે.
મરીને દુર્ગંતમાં ન જવું હોય તો વેરનો નશો કરવાનું છોડી દો. કોઈ પણ જીવ સાથે શત્રુતા ન બાંધો.
સભામાંથી : કોઈ કોઈ વાર શત્રુતા થઈ જાય છે....જાણીએ છીએ કે શત્રુતા ફરવી નથી છતાં પણ....
મહારાજશ્રી ઃ એનો એક જ ઉપાય છે. પ્રતિદિન, શ્રદ્ધાપૂર્વક જિનવચનોનું શ્રવણ કો. સદ્ગુરુના મુખેથી જિનવચનોનું શ્રવણ કરતા રહેવાથી હૃદયમાં મૈત્રીભાવ, સમતાભાવ જળવાઈ રહે છે. જિનવચનોનું શ્રવણ કરતા રહો.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org