________________
પ્રવચન ૮૫
મૈત્રીભાવનાનું ચિંતન :
જેમ જેમ જિનવચનો આત્મસાત્ થતાં જશે, તેમ તેમ તમારા મનમાં સંસારના સર્વે જીવો પ્રત્યે તમારું ચિંતન મૈત્રીમૂલક બનતું જશે.
૧૪૭
જે જીવ બીજા જીવો પ્રત્યે શત્રુતા રાખે છે, તેમની શત્રુતા દૂર થાઓ. તેમના હૃદયમાંથી શત્રુતાની ભાવના નષ્ટ થાઓ. કોઈ પણ જીવની કોઈના પ્રત્યે શત્રુતા ન રહો.
સર્વ જીવો પોતાના મનને શાન્ત રાખે, સર્વના હૃદયમાં શમ-ઉપશમ ભાવ ઉલ્લસિત થાઓ. સમતાભાવના ક્ષીર સરોવરમાં સર્વ જીવ-હંસો તરતા રહો. સર્વ જીવો સુખી થાઓ. તન-મનનું એકે ય દુઃખ ન હો, અશાન્તિ ન હો, ક્લેશસંતાપ ન હો.
સર્વ જીવોમાં મુક્તિ-મોક્ષ પામવાની ભાવના પેદા થાઓ, કોઈ પણ જીવમાં મોક્ષ પ્રત્યે દ્વેષ ન હો, અભાવ ન હો.
સંસારના સર્વ નિર્મળ આત્મભાવવાળા જીવ પરમાત્મભાવને પ્રાપ્ત કરનારા થાઓ.
સર્વ બુદ્ધિશાળી - મતિમંત મનુષ્ય શાન્તસુધારસનું અમૃતપાન કરનારા થાઓ. આ રીતે સદૈવ - પ્રતિદિન ચિંતન કરવાનું છે, કરશો ને ? આ પ્રકારના ચિંતનથી તમારું મન સ્વસ્થ રહેશે, પ્રસન્ન રહેશે. તનાવમુક્ત રહેશે. માનસિક રોગોથી તમે બચી જશો, અને મૈત્રીભાવના હૃદયમાં સ્થિર થતાં પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ સહજતાથી હૃદયમાં આવી જશે.
એક વાર સમતારસનો આસ્વાદ કરી લો, પછી વારંવાર સમતારસનો આસ્વાદ કરવાની સ્પૃહા થતી રહેશે. ક્રોધ, રોષ, આદિમાં મન ચાલ્યું ય જશે; પણ ફરીથી સમતારસનો આસ્વાદ પામવા પાછું ફરશે.
તમે સૌ મૈત્રીભાવનાથી નિર્મળ ચિત્તવાળા બનીને સમતા૨સનો પુનઃપુનઃ આસ્વાદ પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના, આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org