________________
પ્રવચન ૯૪
૨૩૩ નાના જીવોનું ભક્ષણ કરતો હતો તે બંધ કરી દીધું.
એક દિવસે વાવડીમાં સ્નાન કરવા આવેલા લોકોના મોઢેથી રાજગૃહીમાં મારા આગમનની વાત તેણે સાંભળી. તે મારા દર્શન માટે લાલાયિત થઈ ગયો. ધીરે ધીરે વાવડીની બહાર નીકળ્યો અને મારી પાસે આવવા લાગ્યો.
એ સમયે રાજા શ્રેણિક પણ સપરિવાર મારા દર્શને આવી રહ્યો હતો, એની સાથે ઘોડેસવાર સૈનિકો હતા. એક ઘોડાના પગ નીચે એ દેડકો દબાઈ ગયો અને મરી ગયો. પરંતુ મરતી વખતે તે તેની ભાષામાં બોલ્યો : “શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો.'
મરીને એ દેડકો સૌધર્મદિવમાં દુર' નામનો તેજસ્વી દેવ બન્યો, કે જે અહીં બેઠો છે. દેવ ઊભો થયો. ભગવાનને વંદના કરીને આકાશમાર્ગેથી ચાલ્યો ગયો. નંદ મણિકારની ભૂલનું વિશ્લેષણ :
સભામાંથી નંદે વાવડી બનાવી હતી તે શું એની ભૂલ હતી ?
મહારાજશ્રી એની પહેલી ભૂલ તો નિર્જલ અઠ્ઠમ તપ કર્યું ત્યારની હતી. એને જે તીવ્ર તરસ લાગી હતી, એને સમતાભાવથી સહન કરવી જોઈતી હતી. એ સમયે પાણીની તીવ્ર ઇચ્છા જાગી એમાંથી વાવડી બનાવવાની કલ્પના જાગી હતી. ઠીક છે, વાવડી બનાવી દીધી, પણ વાવડીની સાથે તેને આત્મીયતા થઈ ગઈ હતી. એ ખૂબ મોટી ભૂલ કરી હતી.
એ રીતે તેણે ભગવાન પાસેથી શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો, બાર વ્રત ધારણ કર્યો હતાં. એ દ્રષ્ટિએ પણ તેણે આરંભ - સમારંભ ન કરવાં જોઈએ. તેણે વાવડી બનાવી. ઉપવન બનાવ્યું, પાકશાળા બનાવી...વગેરે કેટલો મોટો આરંભ-સમારંભ કર્યો હતો? તેણે પોતાના વ્રતોને દૂષિત કયાં હતાં. વ્રતપાલનમાં તે શિથિલ બની ગયો હતો.
ભગવાને જે એક વાત કરી, તે ખૂબ મહત્ત્વની છે. નંદ મણિકાર અસંયમી, અજ્ઞાની એવા લોકોના પરિચયમાં આવ્યો હતો. એ લોકોએ નંદની ખૂબ પ્રશંસા કરી હશે. ‘તમે વાવડી બનાવી, ભોજનશાળા બનાવીવિશ્રામગૃહ વગેરે બનાવીને ખૂબ સારું કામ કર્યું છે. લોકોની પ્રશંસા સાંભળતાં સાંભળતાં તેના મનમાં વાવડીનું મહત્વ બંધાઈ ગયું. એ મમત્વે જ એને દેડકો બનાવીને એ વાવડીમાં નાખી દીધો. 'તને વાવડી ખૂબ પસંદ છે ને? તું એ જ વાવડીમાં રહે છે. કર્મોની આ જ વિચિત્રતા છે. એટલા માટે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું નિર્મમ થઈને જીવો અને નિર્મમ થઈને મરો. હૃયમાં મમત્વ, આસક્તિને પ્રવેશ જ ન આપો. નિર્મમ બનવાની કળા પ્રાપ્ત કરો. નહીંતર જીવ દુર્ગતિમાં ભટકી પડશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org