________________
પ્રવચન ૯૪
૨૩૧
:
નામનો શિકાર - ઝવેરી રહેતો હતો. ભગવાન મહાવીર સ્વયં પોતાના મુખથી નંદ મણિકારની વાર્તા સંભળાવે છે. તેમણે કહ્યું : “એ સમયે હું આ નગરમાં આવ્યો હતો. મારો ધર્મોપદેશ સાંભળીને તેણે શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો - અમારા ત્યાંથી ગયા પછી નંદ અસંયમી લોકોના સહવાસને કારણે તે ધીરેધીરે પોતાના સંયમમાં શિથિલ થયો.
એક વાર તેણે નિર્જલ અઠ્ઠમ તપ કર્યું અને પૌષધશાળામાં જઈને રહ્યો. બીજા દિવસે એને તીવ્ર તરસ લાગી. તે અત્યંત વ્યાકુળ થઈ ગયો. જો કે તેણે તપોભંગ ન કર્યો; પરંતુ એના મનમાં વિચાર આવ્યો - ‘લોકોને પીવા માટે, નહાવા માટે જેઓ વાવો, પુષ્કરિણી, તળાવ વગેરે બનાવે છે તેઓ ધન્ય છે. હું પણ પુષ્કરિણી બનાવીશ, જેથી લોકો પાણી પીને સંતોષ પામશે.’
અઠ્ઠમ તપ પૂર્ણ થયું; પારણાં કર્યાં અને રાજાની પાસે જઈને વૈભારગિરિના પરિસરમાં પુષ્કરિણી - વાવડી બનાવવાની રજા લઈ આવ્યો; અને વિના વિલંબે વૈભારગિરિની પાસે અનેક જાતનાં ફૂલોથી સુશોભિત, સમચોરસ મોટી વાવડી બંધાવી. તે પછી તેની પૂર્વ દિશામાં અનેક સ્તંભોથી સુશોભિત એક મનોહર ચિત્રસભા બનાવી; અનેક પ્રકારનાં કાષ્ટકર્મ, ચિત્ર, લેખ, ગ્રંથિ વગેરેથી ચિત્રસભા સુશોભિત કરી. એમાં વિવિધ પ્રકારના ગાયકો, નટ વગેરે રાખવામાં આવ્યા હતા. અહીં આવનારા લોકો નાટક વગેરેથી આનંદ લેતાં હતાં.
એની દક્ષિણ દિશામાં નંદે પાકશાળા બનાવી હતી. એમાં વિવિધ પ્રકારની ભોજનસામગ્રી તૈયાર થતી હતી. ત્યાંથી શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ લોકોને ભોજન મળતું હતું.
પશ્ચિમના વનખંડમાં નંદે વિપુલ હવા અને પ્રકાશયુક્ત એક વિશાળ ઔષધાલય બનાવ્યું હતું. તેમાં વિવિધ વૈદ્યો ત્યાં આવનાર રોગીઓનું રોગ નિદાન કરીને ચિકિત્સા કરતા હતા.
ઉત્તર દિશામાં તેણે એક વિશાળ આલંકારિક સભા બનાવી હતી. આલંકારિક સભા એટલે નાપિત કર્મશાળા - ‘હેર કટિંગ સલુન' એનો પણ ઘણા લોકો લાભ લેતા હતા.
અનેક લોકો ત્યાં આવતા, સરોવરમાં પાણી પીતા, સ્નાન કરતા, ભોજન કરતા · નાટક જોતા....લોકોને મજા આવી જતી. રાજગૃહમાં સર્વત્ર નંદ મણિકારની
પ્રશંસા થવા લાગી.
કેટલાક સમય પછી નંદના શરીરમાં એકીસાથે સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા. શ્વાસ, કાસ, જ્વર, દાહ, શૂળ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રપીડા, મસ્તકપીડા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org