________________
૨૩૪
કોઈ સુકૃતે નંદને બચાવી લીધો :
એક દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થવું. પૂર્વજન્મની સ્મૃતિ થઈ જવી, શું પુણ્યના ઉદય વગર એ શક્ય છે ? પૂર્વજન્મનું પોતાનું નામ વારંવાર સાંભળીને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ.
શ્રાવક જીવન : ભાગ ૪
વાત પણ સાચી છે. ચંડકૌશિક સાપને એનો પૂર્વજન્મ યાદ કરાવવા માટે ભગવાન મહાવીરે એને પૂર્વજન્મનું નામ લઈને સંબોધ્યો હતોને ? "મુન્ન મુખ્ત અંડોલિયા " ચંડકૌશિક સાપનું પૂર્વજન્મનું નામ હતું. પૂર્વજન્મમાં તે ચંડકૌશિક નામનો તાપસ હતો.
સભામાંથી : પૂર્વજન્મનું નામ સાંભળીને પૂર્વજન્મની સ્મૃતિ કેવી રીતે થતી હશે ? શું નામમાં જાદુ હોય છે ?
મહારાજશ્રી : મનુષ્યને પોતાનું નામ ખૂબ જ પ્રિય હોય છે. નામ અને રૂપ એ બે વાતો મનુષ્યને વધારે પ્રિય લાગે છે. નામ સાથે વધારે મમત્વ હોવાથી - આકર્ષણ હોવાથી આત્મામાં નામનો પ્રભાવ ગહન પડે છે. એ સંસ્કાર આત્મા સાથે બીજા જન્મમાં પણ જાય છે. ત્યાં કદાચ બીજાના મુખેથી પોતાનું નામ વારંવાર સાંભળી જાય છે તો પૂર્વજન્મ સ્મૃતિમાં આવી જાય છે.
જે મનુષ્યની વધારે પ્રશંસા થાય છે એને પ્રાયઃ પોતાના નામ સાથે વધારે મમત્વ બંધાઈ જાય છે. પ્રશંસાની સાથે નામ જોડાય જ છે. ‘નંદ મણિકાર ઉદાર હતો....નંદ મણિકાર ધાર્મિક હતો....દયાવાન હતો...' પ્રશંસા નામની થાય છે. એટલા માટે નામ પ્રિય બની જાય છે. બીજા જન્મમાં પોતાનું નામ સાંભળ્યું અને પૂર્વજન્મની સ્મૃતિ બની જાય છે. બીજા જન્મમાં પોતાનું નામ સાંભળ્યું અને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. હા એક વાત છે. સ્મૃતિ મનવાળા જીવને થાય છે. જે જીવને મન નથી હોતું, એને સ્મૃતિ નહીં થાય. દેડકાને મન હોય છે !
બીજી વાત છે પૂર્વજન્મની સ્મૃતિ થવી મોટી વાત નથી. પૂર્વજન્મ યાદ આવ્યા પછી હું મનુષ્ય હતો, મરીને દેડકાનો જન્મ કેમ પામ્યો એવો વિચાર આવવો અને પોતાની ભૂલનો ખ્યાલ આવવો એ મોટી વાત છે. ભૂલ સમજીને એ ભૂલને સુધારવાનો શક્ય તેટલો પ્રયત્ન કરવો મોટી વાત છે. દેડકાએ આ બધું કર્યું. અને જ્યારે ભગવાન મહાવીરનું નામ સાંભળ્યું, તો તે હવિભોર થઈ ગયો, કારણ કે પૂર્વજન્મમાં ભગવાન સાથે પ્રીતિ થઈ હતી. ભગવાન પ્રત્યે શ્રદ્ધા થઈ હતી અને ભગવાન પાસેથી જ શ્રાવકધર્મ મેળવ્યો હતો. ભગવાન પ્રત્યે જે પ્રીતિ, ભક્તિ અને શ્રદ્ધા હતી એના સંસ્કાર તો એના આત્મામાં પડ્યા જ હતા. ભગવાનનું નામ સાંભળતાં જ એ સંસ્કારો જાગૃત થઈ ગયા અને ભગવાનના દર્શન માટે તે વાવમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org