________________
પ્રવચન ૫
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથનાં ત્રીજા અધ્યાયમાં ઉપસંહાર કરતાં કહ્યું છે :
स्तोकान् गुणान् समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ॥
પહેલાં ગૃહસ્થ ધર્મ શા માટે બતાવ્યો ? એ પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે - શ્રાવક જીવન માટે ઉચિત થોડા ગુણોની આરાધના કરીને સુશ્રમણોચિત વિશિષ્ટ ગુણોની આરાધના કરવા માટે ગૃહસ્થ યોગ્ય બને છે. એટલા માટે સર્વ પ્રથમ ‘ગૃહસ્થ ધર્મ’ બતાવવામાં આવ્યો છે. આ ગૃહસ્થ ધર્મમાં પણ પહેલાં સામાન્ય ગૃહસ્થ ધર્મ (પ્રથમ અધ્યાયમાં) બતાવવામાં આવ્યો અને પછી વિશેષધર્મ એટલે કે ભાવશ્રાવકધર્મ બતાવવામાં આવ્યો.
પહેલાં સારા શ્રાવક બનો, પછી સાધુ બનો. આ જિનશાસનનો રાજમાર્ગ છે. જે સગૃહસ્થ શ્રાવકધર્મની સારી આરાધના કરીને પાછળથી સાધુ બને છે, તો તે સાધુજીવનનું ખૂબ સારું પાલન કરી શકે છે. શ્રમણના ગુણોને આત્મસાત્ કરી શકે છે.
પરંતુ આ નિયમ વ્યાપક નથી કે ગૃહસ્થ ધર્મનું પાલન કરીને જ સાધુ બની શકાય છે. ગૃહસ્થ ધર્મનું અને ભાવશ્રાવકધર્મનું પાલન કર્યા વગર પણ વિશિષ્ટ પુરુષ ચારિત્રધર્મ અંગીકાર કરી શકે છે; પરંતુ સાધુ બનનાર વિશિષ્ટ વ્યક્તિ જોઈએ અને દીક્ષા આપનાર ગુરુ પણ વિશિષ્ટ જોઈએ.
ગૃહસ્થ ધર્મના પાલન વગર પણ સાધુધર્મની પ્રાપ્તિ થઈ શકે છે ઃ
એક વાત સારી રીતે સમજી લો કે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી જ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રમોહનીય કર્મ જેમ ભાવશ્રાવકધર્મના પાલનથી તૂટે છે તેમ વિશિષ્ટ, શુભ અધ્યવસાયથી પણ તૂટે છે. વાત એક જ છે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થવો જોઈએ.
-
વિશિષ્ટ કોટિના આત્માને અચાનક આવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થતાં ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્રમાં આવાં અનેક દૃષ્ટાન્તો વાંચવા મળે છે. એવાં કેટલાંક દૃષ્ટાન્તો બતાવું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org