________________
પ્રવચન ૯૪
૨૩૫ નીકળીને ચાલી નીકળ્યો.
વાવડીનું મમત્વ તૂટી ગયું, મનમાંથી વાવડી નીકળી ગઈ હતી, મનમાં ભગવાન મહાવીર આવી ગયા હતા. દિલદિમાગ પર ભગવાન મહાવીર છવાઈ ગયા હતા. એટલા માટે ઘોડાના પગ નીચે કચડાઈ જવા છતાં પણ એના મુખમાંથી “શ્રમણ. ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો એ શબ્દો નીકળ્યા હતા. એની ભાષામાં એ બોલ્યો હતો.
પતનમાંથી તેનું ઉત્થાન થઈ ગયું. પરમાત્મા પ્રત્યે પ્રીતિ-ભક્તિ અને શ્રદ્ધા થઈ ગઈ. બસ, આત્માનું ઉત્થાન થવાનું જ. આત્માની ઊર્ધ્વગતિ જ થવાની. દેડકો એક ક્ષણમાં દેવ બની ગયો. વૈમાનિક દેવ બની ગયો. વ્યંતર, વાણવ્યંતર, ભવનપતિ, જ્યોતિષ્ક દેવો કરતાં પણ ઉચ્ચ સ્થિતિનો દેવ બની ગયો.
જડ પદાર્થોથી પાંચ ઇન્દ્રિયોના વિષયમાં મમત્વ છોડવું જ પડશે, ત્યારે જ શ્રાવકધર્મનું નિષ્કલંક પાલન થશે. સુવ્રત શ્રેષ્ઠીની અપૂર્વ ધીરતાઃ
ભાવશ્રાવકધર્મનું પાલન કરવા માટે શ્રાવક ધીર હોવો જોઈએ, વીર હોવો જોઈએ. સ્વીકૃત શ્રાવકધર્મનું પાલન કરવામાં પ્રાણોનો ત્યાગ કરવો પડે તો પણ કરી દે એવો હોવો જોઈએ. પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે તો પણ વિચલિત ન થાય તેવો હોવો જોઈએ.
શાસ્ત્રોમાં સુવ્રત શ્રેષ્ઠીનું ડ્રષ્ટાંત આવે છે. તે શ્રાવક હતો. શ્રાવકધર્મનો સમુચિત પાલક હતો. તેની પાસે ૧૧ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. તેને ૧૧ પત્નીઓ હતી. તે રાજમાન્ય નગરશ્રેષ્ઠી હતો. તે પર્વદિવસે પૌષધિવ્રત કરતો હતો. પ્રત્યેક માસની શુક્લ એકાદશીના દિવસે મૌન ધારણ કરતો હતો. દિન-રાત પૌષધવ્રતમાં રહેતો હતો અને ધર્મધ્યાનમાં લીન રહેતો હતો. એની સાથે એની અગિયાર પત્નીઓ પણ મૌન અને ઉપવાસ કરતી હતી અને પૌષધવ્રતમાં રહેતી હતી.
હવે સુવતની ધીરતાની વાત જણાવું છું. એક દિવસ જ્યારે સુવ્રત મૌન અને ઉપવાસની સાથે હવેલીમાં પોતાની પૌષધશાળામાં હતો, ધર્મચિંતનમાં નિમગ્ન હતો, એ સમયે રાત્રે કેટલાક ચોર હવેલીમાં પ્રવેશ્યા. જે ઓરડામાં કરોડો સુવર્ણમુદ્રાઓ પડી હતી એ ઓરડામાં જઈને ચોરોએ સુવર્ણમુદ્રાઓની ગાંસડીઓ બાંધી, એ ગાંસડીઓ માથે મૂકીને ચોર જવા લાગ્યા, એ સમયે સુવ્રતે વિચાર કર્યો : “આ સંપત્તિને મેં કદી મારી માની નથી. જે મારું નથી, તેને લોકો લઈ જાય છે....લઈ જવા દો. હું મારું ધર્મધ્યાન શા માટે છોડું? જે કદાચ આ અસ્થિર, ચંચળ અને વિનાશી સંપત્તિની રક્ષા કરવા જાઉં તો સ્થિર, શાશ્વત્ અને અવિનાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org