________________
૨૩૬
શ્રાવક જીવન : ભાગ ૪ વ્રત - ધર્મ ખંડિત થશે. મારે મૌનવ્રતનો ભંગ કરવો નથી, મારે પૌષધવ્રતને દૂષિત કરવું નથી.”
હવે નંદની અને સુવ્રતની તુલના કરીએ. નંદને નિર્જળ અઠ્ઠમતપમાં તીવ્ર તરસ લાગી હતી, એથી એ પાણીના વિચારો કરવા લાગ્યો હતો. પાણીનું મહત્ત્વવિચારવા લાગ્યો હતો. પરિણામ સ્વરૂપે વાવડી બનાવવાનો સંકલ્પ કર્યો. આરંભ - સમારંભથી મારો શ્રાવકધર્મ દૂષિત થશે એવો વિચાર એ ન કરી શક્યો.
જ્યારે સુવ્રતે પોતાના મૌન અને પૌષધવ્રતને નિષ્કલંક રાખ્યાં હતાં. પોતાની સંપત્તિના વિષયમાં તેણે જ્ઞાનવૃષ્ટિથી વિચાર્યું. સંપત્તિને અસ્થિર, ચંચળ અને વિનાશી માનીને સંપત્તિ બચાવવા ચોરોને રોકવા જરા પણ પ્રયત્ન ન કર્યો. એટલું જ નહીં, એણે સંપત્તિની સુરક્ષાનો પ્રબંધ કરવાનું ય ન વિચાર્યું કે હવે હું સંપત્તિ આ રીતે ઓરડામાં નહીં રાખું. જમીનમાં દાટી દઈશ, ઓરડાનાં કમાડ લોખંડના બનાવીશ, હવેલીના દ્વારે સશક્ત રક્ષક રાખીશ.કોઈ ચોર-ડાકુ આવે તો મારી નાખવાની રક્ષકને સૂચના આપીશ...' આવો એક પણ વિકલ્પ સુવતના મનમાં ન આવ્યો. તેણે તો પોતાના સ્વીકૃત ધર્મની રક્ષાનો વિચાર કર્યો. નંદમણિકારે પોતાના વ્રતનો વિચાર ન કર્યો. પાણીનો વિચાર કર્યો. કારણ કે તે તરસથી અતિ વ્યાકુળ થઈ ગયો હતો. સંભવતઃ તેણે તે પછી કદી નિર્જલ ઉપવાસ નહીં કર્યો હોય, એના મનમાં બસ, પાણી જ પાણી ફેલાઈ ગયું હતું. એટલા માટે તેણે પોતાના વ્રતને દૂષિત કર્યું હતું.
સુવ્રતમાં ધીરતા હતી. સમતાભાવથી કષ્ટને દુઃખને સહન કરવાની વીરતા હતી. જો એના મનમાં પોતાની સંપત્તિનું મમત્વ હોત, આસક્તિ હોત તો સંભવ છે કે તે ધીર અને વીર ન રહી શકત, “હાય, હાય, આ ચોરો મારી કરોડોની સુવર્ણમુદ્રાઓ ચોરીને લઈ જાય છે.....હું એમને નહીં જવા દઉં.પૌષધમાં જ તે બૂમો પાડવા લાગ્યો હોત, ચોરોને રોકવા પ્રયત્ન કરત, ભારત અથવા મરી જાત. ધીર-વીર ઉપર દૈવી કૃપા
સુવ્રતના મનમાં જરાક પણ ચંચળતા આવી નહીં. તે પોતાના ધર્મધ્યાનમાં લીન રહ્યો. પરિણામ શું આવ્યું તે તમે જાણો છો? ક્ષેત્રદેવતાએ ચોરોને હવેલીની બહાર ચોંટાડી દીધા! બધા જ ચોર જમીન સાથે ચોંટી ગયા. માથા ઉપર સુવર્ણમુદ્રાઓની ગાંસડીઓ હતી!
પ્રાતઃકાળે સુવતે પૌષધવ્રત, મૌનવ્રત પૂર્ણ કર્યા અને પૌષધશાળાની બહાર આવ્યો. હવેલીના દ્વારે ચોરોને જોયા....તેના મનમાં ચોરો પ્રત્યે રોષ-ક્રોધ ન આવ્યો, પરંતુ દયા આવી. કોટવાલ-નગરરક્ષકો આ ચોરોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org