________________
પ્રવચન ૯૩
૨૨૯
અતિ દુર્જય છે. આ કષાયોથી પરિભૂત જીવાત્મા જે આપત્તિઓથી આક્રાન્ત થાય છે, એ આપત્તિઓના નામ પણ કોણ બતાવી શકે છે ? અસંખ્ય આપત્તિઓથી દુઃખી થઈ જાય છે.
-
– ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. માનથી વિનયગુણ નષ્ટ થઈ જાય છે. માયાથી વિશ્વાસહાનિ થાય છે અને લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. એટલા માટે એક એક કષાયનાં દુઃખદ પરિણામોનું ચિંતન કરતા રહો.
-
ક્રોધ બધા જીવોને પરિતાપ પહોંચાડે છે. સર્વ જીવોને ઉદ્વિગ્ન કરનારો છે. વેરનો અનુબંધ કરનાર છે, તેમજ સદ્ગતિ-મોક્ષના માર્ગમાં રુકાવટ કરનારો છે. માન-અભિમાન, શ્રુત, શીલ તથા વિનયને દૂષિત ક૨ના૨ છે. ધર્મ, અર્થ અને કામપુરુષાર્થમાં વિઘ્ન કરનારા છે.
માયાવી મનુષ્ય ભલેને કોઈ અપરાધ ન કરતો હોય, છતાં પણ સર્પની જેમ અવિશ્વસનીય છે.
લોભ સર્વ અપાયોનું આશ્રય સ્થાન છે, સર્વ દુઃખોનો એક જ રાજમાર્ગ છે. લોભી કદી સુખી બની શકતો નથી.
ચારિત્રધર્મની ૭૦ વાતો આ પ્રકારે સંક્ષેપમાં બતાવી છે. તમે ચિંતન-મનન કરો અને ચારિત્રધર્મની અભિલાષા રાખો.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org