Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 233
________________ ૨૨૭ પ્રવચન ૯૩ પહોંચવી ન જોઈએ, એવાં સ્થાનોમાં રહેવું જોઈએ. બીજી ગુપ્તિ છે - ત્રીકથાના ત્યાગની. આ સાધુ માટે છે. સાધ્વી માટે પુરુષ કથા ત્યાગ હોવો જોઈએ. એ રીતે વસતિના વિષયમાં સાધ્વી માટે સાધુની મર્યાદાથી વિપરીત સમજી લેવાનું છે. સાધુએ એકાન્તમાં સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરવો જોઈએ. એ રીતે કોઈની ય સાથે સ્ત્રીવિષયક શૃંગારિક વાતો ન કરવી જોઈએ. રાગસભર સ્ત્રીકથા મુનિના મનમાં વિકાર પેદા કરે છે. છે ત્રીજી બ્રહ્મગુપ્તિ છે - આસનની. મહિલા સાથે એક આસન ઉપર બેસવું ન જોઈએ. જે જગા ઉપર, જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય. એ આસન ઉપર, એ જગા ઉપર ૪૮ મિનિટ સુધી બેસવું ન જોઈએ. તદુપમુવતીની ચિત્તવિવરત – સ્ત્રી જે આસન ઉપર બેઠી હોય, એ આસન ઉપર બેસવાથી પુરુષના ચિત્તમાં વિકાર પેદા થાય છે. ચોથી બ્રહ્મગુપ્તિ છે - સ્ત્રીશરીર અનાવલોકન. સ્ત્રીના શરીરનાં અંગ-ઉપાંગોને અપૂર્વ વિસ્મયથી અને ચકિત લોચનથી ન જોવાં જોઈએ. સ્ત્રીના સુંદર શરીરનું ચિંતન પણ ન કરવું જોઈએ. અવલોકનથી, ચિંતનથી મોહ જાગૃત થવાની સંભાવના રહે છે. પાંચમી બ્રહ્મગુપ્તિ છે - દંપતીવાત અશ્રવણ. બ્રહ્મચારીએ સ્ત્રી-પુરુષનો વાર્તાલાપ ન સાંભળવો જોઈએ. દિવાલની બીજી બાજુથી પ્રેમાલાપ સંભળાતો હોય તો ન સાંભળવો જોઈએ. ૦ છઠ્ઠી બ્રહ્મગુપ્તિ છે - પૂર્વક્રીડા અસ્મરણ. સાધુ જો પૂવવસ્થામાં ભોગી હોય તો તેણે એ સ્ત્રીસંભોગ યાદ ન કરવો જોઈએ. સ્ત્રીની સાથે કરેલી કોઈ ક્રીડા યાદ ન કરવી જોઈએ. યાદ કરવાથી કામાગ્નિ પ્રજ્વલિત થાય છે. સાતમી બ્રહ્મગુપ્તિ છે - સ્નિગ્ધાદિભોજન-ત્યાગ. સાધુએ-બ્રહ્મચારીએ અતિસ્નિગ્ધ (અતિ ઘી-દૂધ) અને મધુરાદિ રસવાળાં ભોજન ન કરવાં જોઈએ. સ્નિગ્ધ, મધુર, અમ્લ આદિ રસવાળાં ભોજનથી વીર્યશક્તિ પુષ્ટ થાય છે. વીર્યની વૃદ્ધિથી વેદોદય (વાસનાની જાગૃતિ) થાય છે. અબ્રહ્મનું સેવન થઈ શકે આઠમી બ્રહ્મગુપ્તિ છે - અતિ આહારત્યાગ. સાધુએ, બ્રહ્મચારીએ અતિ આહાર ન કરવો જોઈએ. રુક્ષ આહાર પણ - આયંબિલનો આહાર પણ વધારે ન કરવો જોઈએ. અતિ આહારથી શરીરમાં પીડા થાય છે અને બ્રહ્મચર્યને ક્ષતિ પહોંચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260