________________
પ્રવચન ૯૩
૨૨પ * ચોથું મહાવ્રત છે - સર્વથા મૈથુનવિરમણ વ્રત. સ્ત્રીપુરુષની મૈથુનક્રિયાનો મન,
વચન અને કાયાથી ત્યાગ કરવાનો છે. * પાંચમું મહાવ્રત છે - સર્વથા પરિગ્રહવિરમણ વ્રત. નવ પ્રકારનો પરિગ્રહ
બતાવવામાં આવ્યો છે. એમાંથી વિરતિ કરી લેવાની છે. દ્રવ્ય ત્યાગની સાથે મૂચ્છ - મમત્વનો પણ ત્યાગ કરવાનો છે. મૂચ્છથી પ્રશમસુખનો નાશ થાય
દશ પ્રકારનો શ્રમણધર્મ : * પ્રથમ શ્રમણધર્મ છે - ક્ષમા. શક્તિ હોય યા અશક્તિ, સાધુએ સહન કરવાની
ભાવના ટકાવી રાખવાની હોય છે. * બીજો શ્રમણધર્મ છે - નમ્રતા. સાધુના મનમાં કોઈ પણ પ્રકારનો ગર્વ -
અભિમાન ન હોવું જોઈએ. * ત્રીજો શ્રમણધર્મ છે – સરળતા. સાધુના મનમાં માયા-કપટ ન હોવાં જોઈએ.
સર્વ પ્રવૃત્તિઓ સરળતાથી કરવી જોઈએ. * ચોથો શ્રમણધર્મ છે - મુક્તિનિલભતા. સાધુના મનમાં કોઈ પણ પ્રકારની
- બાહ્ય આભ્યન્તર વસ્તુની તૃષ્ણા ન હોવી જોઈએ. * પાંચમો શ્રમણધર્મ છે - તપશ્ચયનો. સાધુના જીવનમાં બાર પ્રકારની બાહ્ય -
આભ્યન્તર તપશ્ચય યથાશક્તિ કરવી જોઈએ. * છઠ્ઠો શ્રમણધર્મ છે - સંયમ. સાધુ નવાં કમનું બંધન રોકે છે, આસવ નિરોધ
કરે છે. * સાતમો શ્રમણધર્મ છે – સત્ય. સાધુ મૃષાવાદી નથી હોતો. * આઠમો શ્રમણધર્મ છે - શૌચ. સાધુ પોતાના શ્રમણ જીવનમાં દોષ ન લાગે.
અતિચાર ન લાગે. એ રીતે જીવે છે. એ જ શૌચ છે. * નવમો શ્રમણધર્મ છે - અકિંચન્ય. સાધુ પોતાના શરીર પ્રત્યે અને પોતાનાં
ધર્મોપકરણોમાં મમત્વ રાખતો નથી. * દશમો શ્રમણધર્મ છે - બ્રહ્મચર્ય. સાધુ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું પાલન કરતાં સંયમમાં સ્થિર રહે છે.
આ રીતે દશ શ્રમણધર્મોનું પાલન કરવું જોઈએ. ૧૭ પ્રકારનો સંયમ :
- સાધુએ પ્રાણાતિપાત આદિ પાંચ આગ્નવોનો ત્યાગ કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org