________________
૨૨૬
સાધુએ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે.
સાધુએ ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. અને
સાધુએ મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિ કરવાની નથી.
આ રીતે ૧૭ પ્રકારનો સંયમ પાળવાના છે.
૧૦ પ્રકારની વૈયાવચ્ચ ઃ
―
-
વૈયાવચ્ચ એટલે સેવા. સાધુએ કઈ કઈ અવસરોચિત સેવા કરવી જોઈએ એ બતાવવામાં આવ્યું છે.
જે આચાર્યની નિશ્રામાં રહેતો હોય તે આચાર્યની સેવા કરવી. જે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરતો હોય તેમની સેવા કરવી. સમુદાયમાં જે તપસ્વી મુનિ હોય, એમની સેવા કરવી જોઈએ. જે નવ દીક્ષિત મુનિ હોય, એની સેવા કરવી જોઈએ.
જે ગ્લાન-બીમાર સાધુ હોય, એની સેવા કરવી જોઈએ.
જે વૃદ્ધ મુનિ હોય, તેમની સેવા કરવી જોઈએ.
=
શ્રાવક જીવન : ભાગ ૪
સમાન આચાર પાળનારા મુનિ-સાધુઓની સેવા કરવી જોઈએ.
♦ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અવસરોચિત અને શાસ્ત્રાજ્ઞાનુસાર સેવા કરવી જોઈએ.
♦ સાધુઓનું જે કુળ હોય તેની સેવા કરવી જોઈએ.
કુળોનો સમૂહ ‘ગણ’ કહેવાય છે. એ ગણની પણ અવસરોચિત સેવા-ભક્તિ કરવાં જોઈએ.
ધર્મ સાધનો દ્વારા, પ્રમોદભાવથી, ભક્તિભાવથી સાધુ સેવા-શુશ્રુષા કરતો રહે
છે.
બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ ઃ
સાધુજીવનનો પ્રાણ છે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન કરવા માટે નવ પ્રકારની સાવધાનીઓનું પાલન કરવું આવશ્યક છે.
પહેલી ગુપ્તિ છે વસતિની. સાધુએ એવા સ્થાનમાં રહેવું જોઈએ કે જ્યાં સ્ત્રી અને નપુંસક રહેતાં ન હોય.
ન
જ્યાં નર અને માદા પશુ ન રહેતાં હોય. જ્યાં મનોવિકાર ઉત્પન્ન કરે તેવાં ચિત્રો ન હોવાં જોઈએ. શિલ્પ ન હોવાં જોઈએ. માનસિક બ્રહ્મચર્યને પણ ક્ષતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org