________________
( પ્રવચન ૯૩)
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયનો ઉપસંહાર કરતાં કહ્યું છે કે :
विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः ।।
एवं सद्भावनातसारः परं चारित्रकारणम् ॥ જિનેશ્વર ભગવંતોએ જે ભાવશ્રાવકધર્મ બતાવ્યો છે, તે શ્રાવકધર્મ ચારિત્રધર્મનું અવંધ્ય કારણ બતાવ્યું છે. એટલે કે જે મહાનુભાવ ભાવશ્રાવકધર્મની યથાથી આરાધના કરતો હોય છે એના ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય જ છે, અને તે ચારિત્રધર્મને પામે જ છે. કોઈ આત્મા આ જન્મમાં ચારિત્રધર્મ પામે છે, તો કોઈ જીવ ભવાન્તરમાં ચારિત્રની પ્રાપ્તિ કરે છે.
કાલે તમને શ્રમણ ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકોનું જીવન બતાવ્યું હતું. એ મહાનુભાવોએ ભાવશ્રાવકધર્મની સુંદર આરાધના કરી હતી, તો ત્રીજા ભવમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્રધર્મ પામશે અને મુક્તિમાં જશે.
સભામાંથી : આપે કાલે બતાવ્યું હતું કે ભગવાનના દશ શ્રાવકોએ ૧૧ પ્રતિમાઓની આરાધના કરી હતી, તે પ્રતિમા’ શું છે અને એની આરાધના કેવી રીતે થાય છે?
મહારાજશ્રી આમ તો વર્તમાનકાળમાં પ્રતિમાઓની આરાધના શ્રાવકો નથી કરતાં, છતાં પણ અશક્ય નથી. આજે હું તમને ૧૧ શ્રાવક-પ્રતિમાઓ વિશે જણાવીશ. તમે લોકો જાણશો તો એવી આરાધના કરવાની તમન્ના - ભાવના તો પેદા થશે જ. પ્રથમ છે દર્શન-પ્રતિમા ઃ
દર્શન એટલે સમ્યક્ત, સમ્યગુ દર્શન. પહેલી પ્રતિમામાં સમ્યક્તની વૃઢતા ટકાવી રાખવાની છે. સમ્યક્તના પાંચ ગુણ - પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ ગુણોને આત્મસાત્ કરતાં સમ્યક્તને ર્દયમાં ધારણ કરવાનું છે.
સમ્યક્તને દૂષિત કરનારા પાંચ દોષ છે. એ દોષોથી બચીને રહેવાનું છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાવૃષ્ટિ-પ્રશંસા અને મિથ્યાવૃષ્ટિ-સંસ્તવ. આ પાંચ દોષો છે. એ દોષોથી બચવાનું છે. એવી રીતે મિથ્યા અભિનિવેશથી પણ બચવાનું છે.
આમ તો શ્રાવક સમ્યગૂ દ્રષ્ટિ જ હોય છે, પરંતુ એક મહિનાની આ પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org