________________
૨૦૮
શ્રાવક જીવન : ભાગ ૪ ભીતર છે અનુપમ તીર્થ :
પુદ્ગલ-પરવશતા છોડીને, પારદ્રવ્યોનું મમત્વ તોડીને, તું તારા ભીતરમાં રહેલા અનુપમ તીર્થ - શુદ્ધ ચૈતન્ય છે એની યાત્રાએ ચાલ્યો જા. હા, આપણી અંદર જ અનુપમ તીર્થ છે..સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. અનુપમ તીર્થનું સ્મરણ કરવાનું છે. ધ્યાન કરવાનું છે. આ શુદ્ધ - ચૈતન્યસ્વરૂપ આત્માનું સ્મરણ પુનઃપુનઃ કરતા રહો. બસ, આનંદ જ આનંદ છે !
બહારથી અનેક તીર્થોમાં પરિભ્રમણ કરવાથી જે આનંદ નથી મળતો એ આનંદ આ ભીતરના અનુપમ તીર્થની સ્મૃતિ કરવાથી મળે છે. તમે અનુભવ કરો. આ વાત માત્ર બોલવાની નથી, અનુભવવાની છે.
પ્રત્યેક મનુષ્ય આ ભીતરના તીર્થની યાત્રા કરી શકે છે. સ્વસ્થ હોય યા ગ્લાન હોય શ્રીમંત હોય યા નિધન હોય, અપંગ હોય યા સાંગોપાંગ હોય, સાધુ હોય યા સંસારી હોય, દરેક મનુષ્ય આ અનુપમ તીર્થની યાત્રા..દિવસમાં ૯૯ વાર કરી શકે છે. કોઈ વાર કરજો આ તીર્થની ૯૯ યાત્રા ! પાલીતાણા જઈને ૯૯ યાત્રા કરી શકો કે નહીં - તે ચાલશે. પરંતુ ભીતરના આ અનુપમ તીર્થની ૯૯ યાત્રા તો કરવી જ.
મધ્યસ્થભાવ દયમાં હશે, તો જ આ યાત્રા થશે. મધ્યસ્થભાવ, પરબ્રહ્મની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. આ મધ્યસ્થભાવ, ઉદાસીનભાવથી કેવળજ્ઞાનની નિકટ પહોંચી શકાય છે.
આ રીતે આજે મધ્યસ્થ ભાવનાનું વિવેચન પૂર્ણ કરું છું. એની સાથે ચારે ભાવનાઓનું વિવેચન પૂર્ણ થાય છે.
“ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયના અંતિમ સૂત્ર સ્વાતિ મૈચાહિયોનઃ | નું વિવેચન પૂર્ણ થાય છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org