________________
પ્રવચન ૯ર
૨૧૫
પાત્રો ક્યાંથી આવ્યાં અને કેવી રીતે ઉત્પન્ન થયાં ?”
સદ્દાલપુત્રે જવાબ આપ્યો “આ પહેલાં માટી હતી. એને પાણીમાં પલાળી, પછી તેમાં છાણ ભેળવવામાં આવ્યું, ચાકડે ચડાવી અને તેના પછી પાત્ર બન્યું.'
ભગવાને પૂછ્યું: “આ માટીનાં પાત્રો ઉત્થાનથી. એટલે કે પુરુષાર્થથી ઉત્પન્ન થાય છે, યા પુરુષાર્થ વગર ?”
સદાલપુત્રે કહ્યું: 'ભગવન્, આ પાત્રો વિના પુરુષાર્થ બને છે, જે કંઈ છે તે નિયતિ
ભગવાને કહ્યું હે સદાલપુત્ર, જો કોઈ પુરુષ તારાં આ માટીનાં પાત્રોને ચોરી જાય, અથવા જ્યાં-ત્યાં ફેંકી દે, અગર તો ફોડી નાખે...અથવા તારી પત્ની અગ્નિમિત્રાની ઉપર કોઈ બળાત્કાર કરે, તો શું તું એને દંડ દઈશ કે નહીં?'
હે ભગવન્, હું એ પુરુષ ઉપર આક્રોશ કરીશ, તેને હણી નાખીશ, ટીપી નાખીશ, મારીશ, મારી નાખીશ.” “મહાનુભાવ, જો સર્વ નિયતિ છે તો પછી આવું તાડન વગેરે કરવું ખોટું છે, મિથ્યા છે. નિયતભાવ થાય જ છે તો પછી થવા દો, તાડન વગેરે શા માટે કરવું?”
સદાલપુત્રે ગોઘલકનો નિયતિવાદ છોડી દીધો અને ભગવાન મહાવીરનો શ્રમણોપાસક બની ગયો. ૧૪ વર્ષ સુધી તેણે વિવિધ પ્રકારનાં વ્રત, શીલ આદિનું પાલન કર્યું. પંદરમા વર્ષે નિવૃત્ત થઈને પૌષધશાળામાં ધર્મધ્યાનમાં નિમગ્ન બની ગયો.
એક રાત્રે તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે દેવ આવ્યો. “ચુલની પિતા શ્રાવકની જેમ દેવ ઉપસર્ગ કરતો રહ્યો. અંતમાં સદાલપુત્ર આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિમૃત્યુ પામે છે. દેવલોકમાં દેવ થાય છે, દેવાયુષ્ય પૂર્ણ કરતાં તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે, અને સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામશે.
ઉચ્ચ કોટિના શ્રાવકધર્મનું પાલન ચારિત્રધર્મનો હેતુ બને છે. આઠમા મહાશ્રાવક મહાશતક :
મહાશતક રાગૃહના વતની હતા. તેમને રેવતી વગેરે ૧૩ પત્નીઓ હતી; તેમની પાસે ૨૪ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી.
ભગવાન મહાવીરની પાસે મહાશતકે આનંદ શ્રાવકની માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. તેની પત્ની રેવતીએ ઈષથી પ્રેરાઈને ૧૨ સપત્નીઓને શસ્ત્રપ્રયોગથી તેમજ ઝેર આપીને મારી નંખાવી અને તેમની સંપત્તિ ઉપર અધિકાર જમાવી દીધો. રેવતીએ માંસાહાર અને મદિરાપાન પણ શરૂ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org