________________
૨૧૪
ચારિત્રધર્મનું પાલન કરીને મુક્તિ પામશે.
સાતમા શ્રાવક હતા સાલપુત્ર :
આ મહાશ્રાવક પોલાસપુરના નિવાસી હતા. તેમની પત્નીનું નામ હતું અગ્નિમિત્રા, તે ત્રણ કરોડ મુદ્રાઓના સ્વામી હતા. તેમની પાસે ૧૦ હજાર ગાયોનું એક વ્રજ હતું.
શ્રાવક જીવન : ભાગ ૪
તે મહાશ્રાવક સૌથી પ્રથમ મંખલિપુત્ર ગોશાલકના ઉપાસક હતા. એક દિવસ સદ્દાલપુત્ર મધ્યાહ્નકાળમાં અશોકવનમાં ગયા હતા અને ધર્મધ્યાનમાં નિમગ્ન હતા. એ સમયે એમની સામે એક દેવ પ્રકટ થયો. દેવે સદ્દાલપુત્રને કહ્યું ઃ ‘ભવિષ્યમાં અહીં મહામાહણ આવનારા છે. તેઓ જ્ઞાન, દર્શનને ધારણ કરનારા છે.’
તે અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણનારા છે. અરિહંત છે, જિન છે, કેવલી છે, સર્વજ્ઞ અને સર્વદર્શી છે. ત્રણે લોક માટે અવલોકનીય, મહિત અને પૂજિત છે. દેવ દાનવ બધાના અર્ચનીય, વંદનીય, સત્કારયોગ્ય અને સન્માનયોગ્ય છે. કલ્યાણકારી છે, મંગલકારી છે. દેવ અને ચૈત્યની જેમ ઉપાસ્ય છે, એવા મહાપુરુષ આવવાના છે. એટલા માટે હે સદ્દાલપુત્ર, તારે એમને વંદન કરવાં, તેમની પર્યુપાસના કરવી, તારે એમને પીઠ, ફલક, શય્યા, વસતિ અને સંસ્તારક માટે આમંત્રિત કરવા.’ આ રીતે ત્રણ વાર કહીને દેવ અદૃશ્ય થઈ ગયો.
બીજે દિવસે પ્રાતઃકાળે જ ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. સદ્દાલપુત્રને ખબર પડી; તેણે વિચાર્યું : ‘હું એમની પાસે જઈને તેમને વંદન કરું...તેમની પર્યાપાસના કરું.' તેણે સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર પરિધાન કર્યાં અને પરિવાર સહિત તે સહસ્રામ્રવનમાં ભગવાનની પાસે ગયો. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પર્યુપાસના કરી; ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ પછી ભગવાને સદ્દાલપુત્રને કહ્યું : ‘હે મહાનુભાવ, કાલે મધ્યાહ્નમાં તારી પાસે એક દેવ આવ્યો હતો ? દેવે જે કંઈ કહ્યું હતું તે ભગવાને કહી બતાવ્યું. અને કહ્યું : 'હે સાલપુત્ર, એ દેવે આ વાતો મંલિપુત્ર ગોશાલક માટે કહી ન હતી.'
આ સાંભળીને સદ્દાલપુત્રે વિચાર કર્યો : ‘આ સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન મહાવીર મારે વંદન, નમસ્કાર કરવા યોગ્ય છે. પીઠ ફલક, આસન આદિને માટે નિમંત્રિત કરવા યોગ્ય છે.’ તેણે ઊભા થઈને ભગવાનને કહ્યું ઃ ‘હે ભદંત, પોલાસપુરનગરની બહાર મારી કુંભારની ૫૦૦ દુકાનો છે. આપ ત્યાં પધારો અને ત્યાં નિવાસ કરો.’ ભગવાને એની પ્રાર્થના સ્વીકારી અને ત્યાં સ્થિરતા કરી.
એક દિવસે સદ્દાલપુત્ર હવાથી કંઈક સૂકાયેલાં માટીનાં વાસણોને સૂકવવા માટે તડકામાં મૂકતો હતો; એ સમયે ભગવાને એને પૂછ્યું : ‘હે સદ્દાલપુત્ર, આ માટીનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org