________________
૨૧૦
શ્રાવક જીવન : ભાગ ૪ ચારિત્રધર્મનું યથાર્થ પાલન કરીને આત્મા અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરશે. મહાવીર ભગવાનના ૧૦ મહાશ્રાવકો :
આ વાતને ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકો સિદ્ધ કરે છે. એ દશ શ્રાવકો ભાવશ્રાવકધર્મનું પાલન કરનારા હતા. સંક્ષેપમાં એ મહાશ્રાવકોની વિગતો જણાવું
આનંદ શ્રાવક
આનંદ શ્રાવકે ઘણા શીલચારિત્ર આદિથી આત્માને ભાવિત કર્યો. ૨૦વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. શ્રાવકધર્મની ૧૧ પ્રતિમાઓની વિશિષ્ટ પ્લાનાત્મક આરાધના કરી. એક મહિનાની સંખનાથી આત્માને નિર્મળ કર્યો, અંતમાં અનશન કરીને; આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિમૃત્યુ પ્રાપ્ત કર્યું. સૌધર્મદિવલોકમાં દેવ થયા.
ત્યાં દેવ-આયુષ્ય પૂર્ણ કરીને આનંદ શ્રાવકનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્રધર્મનો સ્વીકાર કરીને - પાલન કરીને. સર્વકર્મનો ક્ષય કરીને એ ભવમાં મુક્તિ પામશે. ભગવાનના બીજા મહાશ્રાવક હતા કામદેવ ઃ
કામદેવે પણ આનંદ શ્રાવકની જેમ ૨૦ વર્ષ સુધી ભાવશ્રાવકધર્મનું પાલન કર્યું હતું. ૧૧ પ્રતિમાઓની આરાધના કરી હતી. એક મહિનાની સંખના કરી હતી...ઉપવાસ કર્યા હતા. આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિમૃત્યુ પામ્યા હતા. એ પણ સૌધર્મદિવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ચારિત્રધર્મ પામશે અને સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધિ-મુક્તિ પામશે. ભગવાનના ત્રીજા મહાશ્રાવક હતા “ચુલનીપિતા' :
તમને મેં આનંદ - કામદેવનાં ચરિત્રો સંભળાવ્યાં છે. પરંતુ ચુલનીપિતાનું ચારિત્ર નથી સંભળાવ્યું. એટલા માટે તમે સંક્ષેપમાં - ટૂંકમાં તેમનું ચારિત્ર સાંભળો.
તેઓ વારાણસી - કાશીનગરીના નિવાસી હતા. એમની પત્નીનું નામ શ્યામા હતું. તે ખૂબ ધનવાન હતા. ર૪ કરોડ સુવર્ણમુદ્રાના તે માલિક હતા. તેમની પાસે આઠ ગોકુળ હતા. એક એક ગોકુળમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી.
જ્યારે ભગવાન મહાવીર વારાણસી પધાર્યા ત્યારે ચુલનીપિતાએ ભગવાનનો ઉપદેશ સાંભળીને આનંદ શ્રાવકની જેમ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો અને કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org