________________
૨૦૬
ભવિતવ્યતાને કોઈ બદલી શકતું નથી : ‘શાન્તસુધા૨સ'માં એક વિશિષ્ટ પ્રભાવ ઉત્પન્ન કરી શકે એવું સૂત્ર છે ઃ
શ્રાવક જીવન : ભાગ ૪
'येन जनेन यथा भवितव्यं तद् भवता दुर्वारं रे..... ।' જે જીવની જેવી ભવિતવ્યતા હોય છે, એ તેવો જ બને છે. એને કોઈ રોકી શકતું નથી !
* સ્થૂલિભદ્રજી મહામંત્રી શકડાલના પુત્ર હતા, છતાં પણ તેઓ બાર વર્ષ કોશા વેશ્યાને ત્યાં રહ્યા હતાને ! એને કોઈ રોકી શક્યું ન હતું...પછી પિતાના મૃત્યુના નિમિત્તે તેમણે સંસારત્યાગ કર્યો અને સાધુ બની ગયા હતા. એમાં ય એમને કોઈ રોકી શક્યું ન હતું.
* ડાકુની ભવિતવ્યતા સાધુ બનવાની હોય છે તો તે સાધુ બની જાય છે. કોઈ એને રોકી શકતું નથી.
* સાધુની ભવિતવ્યતા ડાકુ બનવાની હોય તો તે ડાકુ બની જાય છે. કોઈ એને રોકી શકતું નથી.
જૈનરામાયણમાં શ્રીરામના પૂર્વજોનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. એમાં અયોધ્યાનો રાજા ‘સોદાસ' જે મહાસતી સિંધિંકાનો પુત્ર હતો, તે માંસાહારી બની ગયો હતો. મનુષ્યમાંસનો ભક્ષક બની ગયો હતો. રાજ્યભ્રષ્ટ બન્યો...જંગલોમાં ભટકતો ન૨રાક્ષસ બની ગયો હતો. આ શું હતું ? ભવિતવ્યતા ! પછી જ્ઞાની મુનિરાજનો સંપર્ક થવો, સહજતાથી બીજા રાજ્યની પ્રાપ્તિ થવી....વૈરાગ્ય થવો અને સાધુ બનીને દીર્ઘ તપશ્ચર્યા કરવી...અંતમાં મુક્તિ થવી...આ બધું શું હતું ? ભવિતવ્યતા. જે જીવની જેવી ભવિતવ્યતા હોય છે, એ એવો જ થશે. એટલા માટે ચિંતાઓ ન કરો. બીજાની નિંદા-પ્રશંસા પણ ન કરો. જે કંઈ કરે છે તે તેની ‘ભવિતવ્યતા’ જ કરે છે. તમારા કહેવાથી એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. માયાજાળ કાપો, સમતાભાવ ઘટમાં ભરો :
દરેક જીવની પોતપોતાની ભવિતવ્યતા છે. તો પછી શા માટે બીજા જીવો પ્રત્યે માયા-મમતા રાખવી ? તોડી નાખો માયાજાળને. માયાજાળ તૂટશે ત્યારે ચિત્તમાં પ્રસન્નતા પેદા કરનારી સમતા આવશે. મમતાની સાથે સમતા નથી રહેતી.
મમતા ક્ષણિક સુખ આપે છે. પછી તીવ્ર દુઃખ આપે છે. સમતા સદૈવ સુખ-શાન્તિ અને પ્રસન્નતા અર્પે છે.
આ વાતને સારી રીતે સમજી લેવી. આ વાતને સિદ્ધ કરનારાં અનેક ઐતિહાસિક ઉદાહરણો તો છે જ. વર્તમાનમાં પણ તમે લોકો પ્રત્યક્ષ ઉદાહરણ છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org