________________
૨૦૪
શ્રાવક જીવન : ભાગ ૪ – ગરોડીની તાજી કપાયેલી પૂંછડી નો-જીવરાશિની છે. કારણ કે એ પૂંછડી જીવરાશિમાં નથી અને અજીવરાશિમાં પણ નથી મનાતી.
પરિવ્રાજકે વિચાર્યું ન હતું કે રોહગુપ્ત આ રીતે જૈન સિદ્ધાંતની વિરુદ્ધ તર્ક કરશે. પરિવ્રાજક જ્યારે રોહગુપ્તને શાસ્ત્રમાં પરાજિત ન કરી શક્યો ત્યારે તેણે સર્પ વગેરેના ઉપદ્રવો શરૂ કર્યા. રોહગુપ્ત પ્રતિવિદ્યાઓ દ્વારા તેનો પ્રતિકાર કર્યો. પરિવ્રાજકે અંતમાં ગધેડી ઉત્પન્ન કરીને રોહગુપ્ત તરફ છોડી. રોહગુપ્ત ગુરુદેવે આપેલું રજોહરણ પોતાના માથા ઉપર ફેરવ્યું. ગધેડી પાછી ફરી ગઈ અને પરિવ્રાજક ઉપર પડી. પરિવ્રાજકને જમીન ઉપર પાડી દીધો. એના ઉપર મૂતરીને તે ભાગી ગઈ.
પરિવ્રાજક હારી ગયો. રાજાએ એને નગરબહાર કાઢી મૂકવાની સજા કરી. રોહગુપ્તનો વિજય થયો. જૈન સંઘ તેને સ્વાગતની સાથે ઉપાશ્રયે લઈ ગયો.
ઉપાશ્રયે આવીને ગુરુદેવને વંદના કરીને રાજસભામાં જે વિવાદ થયો હતો તે સંભળાવ્યો. ગુરુદેવે કહ્યું: “પરિવ્રાજક ઉપર વિજય મેળવ્યો, સારું કર્યું, જિનશાસનની શાન વધારી, પરંતુ આપણે “ત્રણ રાશિમાં માનતા નથી; આપણે તો બે જ રાશિ માનીએ છીએ - જીવ અને અજીવ. એટલા માટે કાલે રાજસભામાં હાજર થઈને આ વાતનો સ્વીકાર કરી લેવો – અસત્ય કથનનો દોષ દૂર કરવો જોઈએ.'
આ સાંભળીને રોહગુપ્ત મૌન થઈ ગયો. તેના મનમાં વિચાર આવ્યો: “જે રાજસભામાં મેં વિજય મેળવ્યો છે, એ રાજસભામાં જઈને પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં મારા માનભંગનો પ્રશ્ન છે. આ હું કરી શકું તેમ નથી.'
તેણે ગુરુદેવને કહ્યું હું હવે રાજસભામાં જઈને એવું જાહેર ન કરી શકું કે મેં જે ત્રણ જીવરાશિની સ્થાપના કરી હતી તે ખોટી છે. વાસ્તવમાં જૈનદર્શન બે જ રાશિમાં માને છે.' ગુરુદેવે જ્યારે એને આગ્રહપૂર્વક રાજસભામાં જવા માટે કહ્યું તો રોહગુપ્ત કહી દીધું કે હવે હું ત્રણ રાશિ માનું છું. એટલા માટે રાજસભામાં જવાનો અને ભૂલ સુધારવાનો પ્રશ્ન જ રહેતો નથી.”
ગુરુદેવ શ્રીગુપ્તાચાર્યને આશ્ચર્ય થયું. તેમણે વિચાર કર્યો : “રોહગુપ્તમાં મિથ્યાવૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ છે. તેમણે રોહગુપ્તને સત્ય સમજાવવા માટે કેટલાય દિવસો સુધી પ્રયત્નો કર્યા તો પણ રોહગુપ્ત માન્યો નહીં ત્યારે ગુરુદેવે તેને કહ્યું કેઃ “તું રાજસભામાં મારી સાથે વાદ કર અને “નો-જીવ’ સિદ્ધ કર.”
રાજસભામાં શિષ્ય અને ગુરુદેવ વચ્ચે વિવાદ ચાલ્યો. છ માસ સુધી વિવાદ ચાલતો રહ્યો. કોઈ નિર્ણય ન થયો. ત્યારે ગુરુદેવે કહ્યું: “આપણે આ દુકાનમાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org