________________
પ્રવચન ૯૧
૨૦૫
દુનિયાની સર્વ વસ્તુઓ મળે છે, ત્યાં જઈને ‘નો-જીવ’ માગીએ. ‘નો-જીવ' મળી જશે તો રોહગુપ્ત વિજયી થશે અને ‘નો-જીવ’ નહીં મળે તો રોહગુપ્ત હારી જશે.’
રાજા, મંત્રી, નગરશ્રેષ્ઠી અને જૈનસંઘના અગ્રણી લોકોની સાથે ગુરુદેવ રોહગુપ્તને લઈને એવી. દુકાનમાં ગયા. ગુરુદેવે દુકાનના માલિકને અલગ અલગ ૧૪૪ પ્રશ્નો પૂછ્યા અને ‘નો-જીવ’ માગ્યું. દુકાનમાં ‘નો-જીવ’ જેવી કોઈ વસ્તુ ન
મળી.
-
ગુરુદેવે રાજસભામાં પણ રોહગુપ્તને પરાજિત કર્યો. સંસારમાં બે જ રાશિ છે - જીવ અને અજીવ, એ સિદ્ધ કરી દીધું. છતાં પણ અભિમાનને કારણે રોહગુપ્તે ગુરુદેવની વાત માનવાનો ઇન્કાર કરી દીધો. ત્યારે ગુરુદેવે એના મસ્તક ઉપર રાખ નાખીને સંઘની બહાર કાઢી મૂક્યો. એના પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કર્યો. રોહગુપ્તે પાછળથી પોતાનો અલગ મત સ્થાપ્યો, તે જ વૈશેષિક’ મત કહેવાયો. જેવી ગતિ એવી મતિઃ
આ ઐતિહાસિક ઘટના ખૂબ જ ચિંતનીય છે. ગુરુદેવ શ્રીગુપ્તાચાર્ય મહાજ્ઞાની હતા, મહાન માંત્રિક હતા, શક્તિશાળી હતા; છતાં પણ શિષ્ય પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરી દીધો. તેઓ જાણતા હતા કે મનુષ્યની જેવી ગતિ થવાની હોય છે એવી એની બુદ્ધિ - મતિ થાય છે. જે મનુષ્યનું જેવું ભવિષ્ય હોય છે એવું જ થાય છે. કોઈનું નિશ્ચિત ભવિષ્ય કોઈ બદલી શકતું નથી. તીર્થંકર પણ બદલી શકતા નથી.
રાજા શ્રેણિકને જ્યારે ભગવાન મહાવીરે કહ્યું : ‘શ્રેણિક, તું મરીને નરકમાં જઈશ.’ રાજા શ્રેણિક ભગવાનનો પરમ ભક્ત હતો. તેણે ભગવાનને કહ્યું : પ્રભુ, હું આપનો પરમ ભક્ત છું. મને આપ નરકમાં જવા દેશો ?' ભગવાને કહ્યું : ‘શ્રેણિક, તારું નરકમાં જવું નિશ્ચિત છે, એમાં હું પણ પરિવર્તન ન કરી શકું, દેવેન્દ્ર પણ ન કરી શકે.' શ્રેણિક નકગામી હતો તેથી તેને નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરવાની દુર્બુદ્ધિ આવી હતી ને ! ગર્ભવતી હરણીનો એણે શિકાર કર્યો હતો. ગર્ભસ્થ શિશુ - બચ્ચાનું મૃત્યુ થઈ ગયું. મેં એક સાથે બે શિકાર કર્યા’ એ રીતે આનંદ મનાવ્યો હતો. જેવી ગતિ તેવી મતિ.
કેટલાક લોકોને આપણે પાપ કરતાં ન રોકી શકીએ. કારણ કે તેમની ગતિ જ નિમ્ન કોટિની, એ પ્રકારે એમની મતિ પણ નિમ્ન કોટિની હશે. ભલે ને તે મહાસતીનો પુત્ર હોય, સંસ્કારી પરિવારમાં એનો જન્મ થયો હોય....છતાં પણ તેની મતિ તો એની ગતિ અનુસાર જ હશે. આવા જીવો પ્રત્યે મધ્યસ્થભાવ જ ધારણ કરવાનો છે. તેમના પ્રત્યે ન રાગ, ન દ્વેષ કરવાનો છે. એથી તમારા મનમાં શાન્તિ રહેશે, આંતરિક સુખ ઉદ્ભવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org