________________
પ્રવચન ૯૧
૨૦૩ પોટ્ટશાલને કહ્યું હું તારી સાથે વાદ કરવા તૈયાર છું. સમય નિશ્ચિત કરીને મને સૂચિત કરવું.”
રોહગુપ્ત પોતાના ગુરુદેવ આચાર્યશ્રી શ્રીગુપ્તની પાસે ગયા. વિનયથી વંદન કરીને રસ્તામાં જે વાત બની હતી તે જણાવી દીધી. ગુરુએ કહ્યું: “વત્સ, પોર્ટુશાલ પરિવ્રાજકની સાથે વાદ કરવો ઉચિત નથી, તે નિમ્નકક્ષાની મેલી વિદ્યાઓનો ઉપાસક છે. જ્યારે તે વાદમાં હારી જાય છે ત્યારે પ્રતિવાદીને પોતાની વિદ્યાથી સાપ-વીંછી આદિના ઉપસર્ગ કરે છે અને હરાવે છે.”
રોહગુખે કહ્યું “ગુરુદેવ, મને આ વાતની ખબર ન હતી. મેં એને યાદ કરવાનું વચન આપ્યું છે. હવે જો હું વચનપાલન ન કરે તો આપણી પ્રતિષ્ઠા તો જશે જ, સાથે સાથે જિનધર્મની પ્રતિષ્ઠા પણ જશે. એટલા માટે હવે સારો ઉપાય બતાવવાની કૃપા કરો.”
આચાર્યશ્રી અનેક વિદ્યાઓના જ્ઞાતા હતા, પોટ્ટશાલ જે સાત વિદ્યાઓ દ્વારા ઉપસર્ગ કરતો હતો, તેની પ્રતિવિધાઓ ગુરુદેવ જાણતા હતા. એ સાત વિદ્યાઓ તેમણે રોહગુપ્તને શીખવી દીધી, ગુરુદેવે કહ્યું: “જ્યારે તે પવ્રિાજક સર્પ ઉત્પન્ન કરે ત્યારે તું નોળિયો ઉત્પન્ન કરજે. જ્યારે તે વીંછી ઉત્પન્ન કરે ત્યારે તું મોર ઉત્પન્ન કરજે, એ વીંછીને ભગાડી મૂકશે.' આ પ્રકારે સાતે પ્રતિવિદ્યાઓ શીખવી દીધી.
આ ઉપરાંત ગુરુદેવે અભિમંત્રિત કરીને એક રજોહરણ આપ્યું અને કહ્યું: સાત વિધાઓ ઉપરાંત તે જો કોઈ ઉપદ્રવ કરે તો આ રજોહરણ તારા મસ્તકે ફેરવજે, જેથી એ પરિવ્રાજક તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.”
ગુરુદેવને વંદન કરીને નિશ્ચિત દિવસે રોહગુપ્ત વાદ કરવા રાજસભામાં ગયા. બલશ્રી' નામે રાજાની સામે વાદ શરૂ થયો. પરિવ્રાજકે વિચાર્યું: “રોહગુપ્ત તીણ બુદ્ધિવાળો છે. હું જે પક્ષ સ્થાપિત કરીશ, એ તેનું ખંડન કરી દેશે. એટલા માટે સારો રસ્તો એ છે કે હું જૈનધર્મના સિદ્ધાંતનું જ સ્થાપન કરું. એનાથી રોહગુપ્ત દ્વિધામાં પડી જશે. જો તે મારા પક્ષનું સમર્થન કરશે તો તે હારી જશે અને ખંડન નહીં કરી શકે.
આવું વિચારીને પરિવ્રાજકે પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. “આ સંસારમાં બે જ રાશિ છેઃ જીવરાશિ અને અજીવરાશિ.” રોહગુપ્ત ક્ષણભર દ્વિધામાં પડી ગયા. પરંતુ તત્કાલ ઊભા થઈને બોલ્યાઃ “સંસારમાં રાશિ બે નથી, ત્રણ છે - જીવરાશિ, અજીવરાશિ અને નો-જીવરાશિ.'
– મનુષ્ય, પશુપક્ષી વગેરે જીવરાશિ છે. – ઘટ, ૫ટ, પાષાણ વગેરે અજીવરાશિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org