________________
૨૦૧
પ્રવચન ૯૧ માત્રથી કોઈ ધર્મ નહીં કરે. એને માટે દુરાગ્રહી બનવું નહીં પરચિંતાનો ત્યાગ કરો :
સભામાંથી આપ જ કહો છો કે પરિવારના લોકોની આત્મચિંતા કરવી જોઈએ. એમનો પરલોક બગડવો ન જોઈએ.
મહારાજશ્રી સાચી વાત છે. આત્મચિંતા કરવી જોઈએ, પરંતુ ત્યાં સુધી જ કરવી જોઈએ કે જ્યાં સુધી તમારી માનસિક સ્વસ્થતા જળવાઈ રહે. તમારામાં કષાય ઉત્પન્ન ન થાય. જ્યારે સામેવાળો ઈચ્છતો નથી કે તમે એની આત્મચિંતા કરો, તો તમે એની આત્મચિંતા કરવી છોડી દો. તમે તમારી જ ચિંતા કરતા રહો. તમારા અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કરતા રહો.
આમ તો પરચિંતા કરવી વ્યર્થ છે. કેટલીક વાર તો માણસ નિરર્થક પરિચિંતા કરે છે. કશું ય લેવાદેવા ન હોય, ત્યાં પણ તે પરચિંતા કરે છે, અને પોતાના મનને બગાડે છે. બીજાંની ચિંતા કરવી જ્યાં જરાય આવશ્યક નથી એવી ચિંતાઓ કરવાનું છોડી દેવું પડશે. જેને જે કરવું હોય તે કરવા દો. કોઈને કાંટા એકઠા કરવા હોય તો કરવા દો, કોઈને આમ્રફળ એકત્ર કરવાં છે, તો કરવા દો. તેમાં તમારે શું લેવા દેવા ? આત્મસ્વરૂપનું ચિંતન કરો : - બીજાંની બાબતમાં અર્થહીન, ફાલતુ વાતોની ચિંતા ન કરો. – જેઓ તમારી હિતકારી- કલ્યાણકારી વાતો નથી માનતા એમની ચિંતા કરવાનું પણ છોડી દો. આવી સ્થિતિમાં તમારા આત્માનું અવિકારી, સ્વાભાવિક સ્વરૂપ જુઓ. વિશુદ્ધ આત્માના ક્ષાયિક ગુણોનું ચિંતન કરો. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, વીતરાગતા, અક્ષયચારિત્ર વગેરે ગુણોનું ચિંતન કરો! હું અનામી છું, અરૂપી છું અક્ષય સ્થિતિવાળો છું, જન્મમૃત્યુથી પર છું, ન ઉચ્ચ છું, ન નીચ છું આવા પ્રકારનું ચિંતન કરતા રહો. ચિંતન કરતાં કરતાં જ્યોતિ સ્વરૂપ આત્માના ધ્યાનમાં લીન બની જવાનું છે. આવું કરવાથી પરમ આત્મસુખનો અનુભવ થશે.
સભામાંથી કેટલાક ધર્મોપદેશકો અને બીજા ભાષણ કરનારાઓ, શાસ્ત્રવિરુદ્ધ વાતો કરે છે. એમના પ્રત્યે શું કરવું જોઈએ?
મહારાજશ્રી શક્તિ હોય તો તેમનો વિરોધ કરો, તેમને રોકો, પણ પોતાના મનમાં ક્રોધ-રોષ પેદા ન થવા દે. કેટલાક માણસો દૂધ હોવા છતાં પણ પીતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org