________________
પ્રવચન ૯૦
૧૯૫ માટે મારું કહેવું માનવું જોઈએ - આ મારો પુત્ર છે, એટલા માટે તેણે મારી તમામ આજ્ઞાઓ માનવી જોઈએ. આ મારા નાના ભાઈઓ છે, તેમણે મારી આજ્ઞા માનવી જોઈએ. આ રીતે આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારા ભાઈઓ - આ મારા, મારા,’ કરો છો એ જ મમત્વ છે. અને આ મમત્વ જ તમને દુઃખી કરે છે. જ્યારે આ લોકો પત્ની, પુત્ર, ભાઈ વગેરે તમારી ઉપેક્ષા કરે છે ત્યારે તેમના પ્રત્યે મમત્વ શા માટે રાખો છો ? તોડી નાખો એ મમત્વનાં બંધનો. મમત્વ વગર પણ તમે ઘરમાં રહી શકો છો. જ્યારે મમત્વ છૂટી જશે ત્યારે ઉદાસીનભાવ આવી જશે. ત્યાં તમારા પ્રત્યે જે ઉપેક્ષા થાય છે તે તમને દુઃખી નહીં કરી શકે.
ત્રીજું કારણ છે તમારું અભિમાન. તમે વિચારો છો કે મારી પત્નીને મેં શું નથી આપ્યું? મારી સ્થિતિ અનુસાર મેં વધારેમાં વધારે સુખ આપ્યું છે. હવે તે ભૂલીને મારી ઉપેક્ષા કરે છે.દુષ્ટા છે..'
મારા છોકરાઓને મેં કેટલો પ્રેમ આપ્યો છે? તેમની દરેક ઇચ્છાને પૂર્ણ કરી, તેમને ભણાવ્યા, તેમનાં લગ્ન કર્યા. તેમને વેપારમાં જોડ્યા. હવે તેઓ કમાવા લાગ્યા...મારી ઘોર ઉપેક્ષા કરવા લાગ્યા છે..”
આ રીતે તમારા મનમાં જે કર્તુત્વનું અભિમાન રહેલું છે, તે તમને દુઃખી કરે છે. કર્તુત્વનું અભિમાન આમ જોતાં તો તૂત છે. એનાથી પાપકર્મોનું બંધન થાય છે. ભૂલી જાઓ કત્વને. તમે વિચારો કે : "હું કશું નથી કરતો, મેં કશું નથી કર્યું. એ લોકોના પુણ્યકર્મના ઉદયે મારી પાસે કંઈક કરાવ્યું છે. મેં કોઈ ઉપકાર કર્યો નથી.” એવું વિચારીને ઘરના લોકો પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરવો. તેમના પ્રત્યે ન તો પ્રેમ રાખવાનો છે કે ન તો દ્વેષ રાખવાનો છે. મનમાં પણ રાગદ્વેષ રાખવાનો નથી. અભ્યાસ કરવાથી આવી સ્થિતિ આવી શકે છે. તેની ન તો નિંદા કરવાની છે, ન પ્રશંસા. આ વાતો માનશો? માનશો તો સુખી થશો. ભગવાન મહાવીર અને જમાલિ :
શાન્તસુધારસ'માં કહ્યું છે: मिथ्या शंसन्वीरतीर्थेश्वराणां रोर्बु शेके न स्वशिष्यो जमालिः । अन्य को वा रोत्स्यते केन पापात्तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥
સ્વયં પરમાત્મા મહાવીર પણ પોતાના શિષ્ય જમાલિને મિથ્યા પ્રતિપાદન કરતાં રોકી શક્યા ન હતા, તો પછી કોણ કોને પાપ કરતાં રોકી શકે ? એટલા માટે ઉદાસીન - મધ્યસ્થભાવ આવી જવો હિતકારી છે.”
કદાચ તમે જમાલિ મુનિનો પ્રસંગ જાણતા હશો. આજે હું જમાલિ મુનિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org