________________
૧૯૬
શ્રાવક જીવન : ભાગ ૪ પરિચય આપું છું અને ભગવાનની સાથે જે દુઃખદ ઘટના બની હતી તે પણ બતાવી દઉં છું.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા હતા. દેવોએ સમવસરણની રચના કરી હતી. ભગવાને દેશના આપી. રાજા નંદિવર્ધન પણ વિશાળ સમૃદ્ધિ સાથે ભગવાનને વંદન કરવા આવ્યા. એ સમયે ભગવાનનો જમાઈ અને ભાણેજ જમાલ પણ ભગવાનની દેશના સાંભળવા આવ્યા. ભગવાનની પુત્રી પ્રિયદર્શના પણ દેશના સાંભળવા આવી હતી.
ભગવાનનો ઉપદેશ સાંભળીને જમાલિ અને પ્રિયદર્શના બંને વિરક્ત થયાં, પાંચસો ક્ષત્રિયકુમારો વિરક્ત થયા અને હજાર સ્ત્રીઓ વિરક્ત થઈ - આ બધાંએ ભગવાનની પાસે દીક્ષા લીધી.
પ્રભુએ ક્ષત્રિયકુંડથી વિહાર કર્યો. માલિ મુનિએ ક્રમશઃ એકાદશ અંગ - શાસ્ત્રોનું અધ્યયન કર્યું. પ્રભુએ તેમને એક હજાર મુનિઓના આચાર્ય બનાવ્યા. જમાલિ મુનિએ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી.
એક દિવસે જમાલિએ ભગવાનને વંદના કરીને કહ્યું: “ભગવન, આપની આજ્ઞા હોય તો અમે બીજાં ક્ષેત્રોમાં વિહાર કરીએ.’ જમાલિ મુનિએ વારંવાર કહ્યું છતાં ભગવાને પ્રત્યુત્તર ન આપ્યો. ભગવાન ભવિષ્યમાં થનારો અનર્થ જાણતા હતા. જમાલિએ ભગવાનના મૌનનો અર્થ સંમતિ કરી લીધો, અને એક હજાર મુનિવરોની સાથે તેમણે અન્યત્ર વિહાર કરી દીધો. સાધ્વી પ્રિયદર્શનાએ પણ એક હજાર સાધ્વીઓ સાથે વિહાર કર્યો.
સાધુ-સાધ્વીઓ વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં પહોંચ્યાં. નગર બહાર કોષ્ટક ઉદ્યાન'માં જમાલિએ મુનિ પરિવાર સાથે નિવાસ કર્યો. સાધ્વી પ્રિયદર્શનાએ સાધ્વીપરિવાર સાથે નગરમાં નિવાસ કર્યો.
કેટલાક દિવસો પછી જમાલિને પિત્તજ્વરની બીમારી આવી, જ્વરથી તે અતિશય અશક્ત બની ગયા. જમીન ઉપર તેઓ ઊભા પણ રહી શકતા ન હતા. બેચેની ખૂબ વધવા લાગી.
એક દિવસે જમાલિએ સાધુઓને કહ્યું: “મારે સૂવું છે, સંસ્તારક તૈયાર કરો.” પિત્તજ્વરથી અતિ પીડિત જમાલિ સાધુઓને વારંવાર પૂછવા લાગ્યાઃ “શું સસ્તારક તૈયાર કર્યો?'સાધુઓએ કહ્યું: “હા, સંસ્તારક તૈયાર થઈ ગયો. જમાલિ સાધુઓની પાસે આવ્યા. જોયું તો હજુ સસ્તારકબિછાવાતો હતો. જમાલિ ક્રોધમાં આવી ગયા. એ સાથે જ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થઈ ગયો. તેમણે સાધુઓને કહ્યું: “અરે શ્રમણો, જે કાર્ય થતું હોય, તે કાર્ય થઈ ગયું એવું ન કહેવું જોઈએ. જે કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org