________________
૧૯૮
શ્રાવક જીવન : ભાગ ૪
ભગવાને ઉત્તર આપ્યો : જમાલિ, આ લોક અને જીવ તાત્ત્વિક દૃષ્ટિએ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. દ્રવ્ય રૂપે શાશ્વત છે, પયિદૃષ્ટિથી અશાશ્વત છે.’
માલિએ ભગવાનની વાત સાંભળી લીધી પણ કશું બોલ્યો નહીં, તે સમવસરણમાંથી ચાલ્યો ગયો. જનતાને માલુમ પડી ગયું કે, “જમાલિ અજ્ઞાનથી વીરપ્રભુથી વિપરીત થઈને મિથ્યાત્વી બન્યો છે - ન તો તે સર્વજ્ઞ છે ન સર્વદર્શી.’
સાધ્વી પ્રિયદર્શના પણ પોતાની એક હજાર શિષ્યાઓની સાથે જમાલિનો મત માનવા લાગી હતી. પરંતુ જ્યારે શ્રાવસ્તીમાં તે ‘ઢંક’ શ્રાવકને ત્યાં રહી હતી ત્યારે ટૂંક શ્રાવકે તેને પ્રયોગાત્મક રીતે સમજાવી હતી, પ્રભુના વચનોની સત્યતા સિદ્ધ કરી હતી. એનાથી પ્રિયદર્શના સાધ્વી હજાર શિષ્યાઓ સાથે પ્રભુની પાસે ચાલી ગઈ હતી, અને પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થઈ હતી.
ન
જમાલિ સાથે જે મુનિવર્ગ હતો તેને ઢંક શ્રાવકે સત્ય સમજાવીને પ્રભુની પાસે મોકલી દીધો હતો. એક માત્ર જમાલિ સમજ્યો ન હતો. મૃત્યુપર્યંત તે એકલો આ પૃથ્વી ઉપર વિચરતો રહ્યો...અંતમાં પંદર દિવસના અનશન કર્યા અને મરીને છઠ્ઠા દેવલોકમાં દેવ બન્યો. પરંતુ કિક્વિષિક દેવ બન્યો. આ પૃથ્વી ઉપર જેમ મનુષ્યોમાં ભંગી, ચંડાળ હોય છે; એવા દેવલોકમાં કિલ્ટિષિક દેવો હોય છે.
જમાલિના મૃત્યના સમાચાર સાંભળીને ગૌતમ સ્વામીને પ્રભુએ પૂછ્યું : ‘હે ભગવન્, મહાતપસ્વી જમાલિ મરીને કઈ ગતિમાં પેદા થયો છે ?'
ભગવંતે કહ્યું : ‘ગૌતમ, એ તપોધન જમાલિ લાંતક દેવલોકમાં ૧૩ સાગરોપમનું આયુષ્ય પામનાર કિલ્ટિષિક દેવ બન્યો છે.’ ગૌતમ સ્વામીએ પૂછ્યું : “પ્રભુ, એણે ઉગ્ર તપ કર્યું હતું, છતાં પણ તે કિક્વિષિક દેવ કેમ બન્યો ?”
ભગવાને કહ્યું : “જે માણસ ઉત્તમ આચારવાળા ધર્માચાર્ય ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘનો વિરોધ કરે છે, તે ગમે તેટલી તપશ્ચર્યા કરે તો પણ તે નિમ્નકોટિનો દેવ બને છે. જમાલિ એટલા માટે કિલ્ટિષિક દેવ બન્યો છે. દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે પાંચ ભવ તિર્યંચના, પાંચ ભવ નરકના અને પાંચ ભવ મનુષ્યના ક૨શે. પછી તે ‘બોધિ’ પામશે અને નિર્વાણની પ્રાપ્તિ કરશે. એટલા માટે હે ગૌતમ, કદી પણ ધર્મચાર્ય આદિના વિરોધી ન બનવું.’
ભગવાને જમાલિ પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કર્યો હતો. જો કે તેઓ વીતરાગ જ હતા, છતાં પણ તેમણે જમાલિને સત્ય સમજાવવા માટે આગ્રહ કર્યો ન હતો. જો કોઈ વ્યક્તિ આપણી વાત નથી માનતી, આપણા પ્રત્યે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે, જે દુર્બુદ્ધિ હોય છે, એના પ્રત્યે ઉપેક્ષા-ભાવ ધારણ કરવાનો છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org