________________
૧૮૮
શ્રાવક જીવન : ભાગ ૪ અવસરોચિત કરૂણા કરવાથી કોઈ વાર તેઓ પાપનો ત્યાગ પણ કરે છે. કેટલાક ચોર-ડાકુઓમાં પણ યોગ્યતા હોય છે. સપુરુષોની કરુણા પામીને તેઓ સુધરી જાય છે. કેટલાક દુરાચારી, વ્યભિચારી પણ સાધુસંતોના પરિચયથી - કરુણાપૂર્ણ વ્યવહારથી સુધરી જાય છે. પાપોનો પરિત્યાગ કરી દે છે. પરંતુ આવી કરૂણા એ મહાપુરુષો જ કરી શકે છે, કે જેઓ નિર્મોહી અને અનાસક્ત, જ્ઞાની હોય છે. પોતાના શરીર માટે જેઓ નિર્મોહી હોય છે તેઓ શરીર ઉપર ઉપદ્રવ કરનારાઓ ઉપર પણ કરુણા કરી શકે છે. જેઓ પરપદાર્થો પ્રત્યે અનાસક્ત હોય છે, તેઓ પરપદાર્થો નિમિત્તે રોષ-રાગ યા તિરસ્કાર નહીં કરે.
સુવ્રત શેઠની પાસે અગિયાર કરોડ સોનામહોરો હતી, પરંતુ તેઓ અનાસક્ત હતા. સંપત્તિ ઉપર એમને આસક્તિ ન હતી. એટલા માટે સંપત્તિની ચોરી થવા છતાં પણ ચોરો ઉપર તેમને રોષ-ક્રોધ ન આવ્યો. કરુણા” ઉત્પન્ન થઈ હતી.
સભામાંથી અમારાં તો આઠ-દશ રૂપિયાનાં સ્લીપર કોઈ લઈ જાય તો એની ઉપર પણ ભયંકર ગુસ્સો આવે છે.
મહારાજશ્રી ઃ કારણ કે તમને સ્લીપર ઉપર મમત્વ છે. કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ હશે, આસક્તિ હશે અને એ વસ્તુને કોઈ નુકસાન પહોંચાડશે...તો તમને રોષ-ક્રોધ પેદા થશે જ. તમે ભાવકરુણા નહીં કરી શકો. તમારા હૃદયમાં ભાવકરૂણા પેદા જ નહીં થાય.
તમારી પાસે બે દ્રવ્યો છે - સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. સ્વદ્રવ્ય છે આત્મા, પરદ્રવ્ય છે પાંચ ઈન્દ્રિયોના વિષયો. તમે આ બે દ્રવ્યોમાંથી કયા દ્રવ્યને વધારે મૂલ્યવાન સમજો છો ? આ વાત તમે આત્મસાક્ષીએ વિચારો. શું પદ્રવ્ય ઉપર એટલો બધો રાગ છે કે સ્વદ્રવ્યને ભૂલી જવાય? જે સ્વદ્રવ્ય - આત્માને ભૂલી ગયા હશો અને પદ્રવ્યો પર રાગી બન્યા હશો તો તમે કરુણા-ભાવનાથી ચિંતન નહીં કરી શકો.
દ્રવ્યકરુણા તો એ લોકો પણ કરી શકે કે જેઓ અનાત્મવાદી હોય છે. જેમને આત્માનું જ્ઞાન નથી હોતું, આત્મપ્રીતિ નથી. એ લોકો પણ રોટી - કપડાં અને મકાન આપવાની દ્રવ્યકરુણા કરી શકે છે. ભાવકરુણા તો આત્મપ્રીતિવાળો માણસ જ કરી શકે છે.
તમે બીજાં ઉપર દયા કરો છો તે વાસ્તવમાં પોતાની ઉપર જ દયા કરો છો. ભગવાન મહાવીરે કહ્યું છે : Mવયા અપળો રહ્યો હોઉં | બીજાં ઉપર દયા, કરુણા કરનારો એવું પુણ્યકર્મ બાંધે છે કે આવનારા જન્મોમાં તે સુખશાંતિ પામે છે. કોઈ વાર કોઈક પાપકર્મના ઉદયથી દુઃખ આવશે તો પણ તે એ પુણ્યકર્મના ઉદયથી કોઈનો કરુણાપાત્ર બનશે. દયાપાત્ર બનશે. તેનું દુઃખ હરનાર કોઈક અવશ્ય મળી રહેશે. એટલા માટે દયા-કરુણાની ભાવનાનું સદૈવ ચિંતન કરતા રહો. યથાશક્તિ બીજાનાં દુઃખો દૂર કરવાની પ્રવૃત્તિ પણ કરતા રહો.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org