________________
પ્રવચન ૦
પરમ કૃપાનિધિ, મહાન્ શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ઘબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં અંતિમ સૂત્ર લખ્યું છે : 'सत्त्वादिषु मैत्र्यादियोगः ॥
જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ - આ ચાર ભાવનાઓ રાખવાની છે. સર્વ જીવોની સાથે આપણો સંબંધ, આ ચાર ભાવનાઓના માધ્યમથી રાખવાનો છે.
ત્રણ ભાવનાઓનું વિવેચન પૂર્ણ કરીને આજે ચોથી ભાવના માધ્યસ્થ્ય' ઉપર વિવેચન કરવાનું છે. ‘માધ્યસ્થ્ય'નો બીજો અર્થ છે, બીજું નામ છે - ‘ઉપેક્ષા. ' ગ્રંથકારે આ ભાવનાની પિરભાષા કરતાં કહ્યું છે ઃ
‘પોષોપેક્ષળમુપેક્ષા ।'
‘શાન્તસુધારસ’માં આ ભાવનાની પિરભાષા બતાવવામાં આવી છે : 'उपेक्षणं दुष्टधियामुपेक्षा ।'
– બીજાંના અપરિહાર્ય દોષોની ઉપેક્ષા કરો.
– દુષ્ટબુદ્ધિવાળાઓની ઉપેક્ષા કરો; તેમના પ્રત્યે સમભાવ રાખો. માનસિક વિશ્રામ પામવાની ભાવના
વ્યાવહારિક જીવનમાં મનુષ્ય અનેક સંબંધો બાંધે છે. કેટલાક સંબંધો નજીકના હોય છે, તો કેટલાક દૂરના હોય છે. મનુષ્ય સુખની, આનંદની કલ્પનાથી સંબંધ બાંધે છે. પરંતુ એ સંબંધ જ એના મનમાં અશાંતિ, ચિંતા, સંતાપ, વગેરે દોષો પેદા કરે છે. કારણ કે સંબંધમાં મનુષ્ય એ ઇચ્છે છે કે સંબંધિત વ્યક્તિ એનું કહેવું માને, તેની વાતનો સ્વીકાર કરે, તેની ઇચ્છા પૂર્ણ કરે.
-
પિતા ઇચ્છે છે કે પુત્ર-પુત્રી એનું કહેવું માને.
પુત્ર-પુત્રી ઇચ્છા રાખે છે કે પિતા તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે.
માતા ઇચ્છે છે કે તેનાં સંતાનો તેની વાતો માને.
સંતાનો એ ઇચ્છે છે કે માતા એમની સુવિધાઓ પૂર્ણ કરે.
પતિ ઇચ્છે છે કે પત્ની તેનું કહ્યું માને.
પત્ની ઇચ્છે છે કે પતિ એના વશમાં રહે, એની અપેક્ષાઓ પૂર્ણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org