________________
પ્રવચન ૮૯
૧૮૭ ભગવાનની સામે હાજર થઈને બોલ્યોઃ “હે સ્વામિનું દેવેન્દ્ર સુધમસિભામાં આપની જેવી પ્રશંસા કરી હતી, તેવા જ આપ છો. ઇન્દ્રનાં વચનો ઉપર વિશ્વાસ ન કરતાં મેં આપની ઉપર અનેક ઉપસર્ગો કર્યા. આપ સત્યપ્રતિજ્ઞ છો, હું ભ્રપ્રતિજ્ઞ છું. મેં આ સારું કામ કર્યું નથી. હે ક્ષમાનિધિ, આપ મારા અપરાધોની ક્ષમા કરો. હું ખિન્ન છું. હવે હું દેવલોકમાં જાઉં છું. આપ હવે નિઃશંક બનીને વિહાર કરો.”
જ્યારે સંગમ દેવલોક તરફ જવા લાગ્યો તો ભગવાનની આંખો કરૂણાથી ભરાઈ આવી હતી !!! એ કરુણાપૂર્ણ નેત્રોની કલ્પના કરીને મહાકવિ ઇ પાસે એક સુંદર શ્લોક રચ્યો છે :
रक्षन्तु स्खलितोपसर्गगलित-प्रौढप्रतिज्ञाविधौ, याति स्वाश्रयमर्जिताहसि सूरे निःश्वस्य संचारिता । आजानुक्षितिमध्यमग्नवपुषः चक्राभिघातव्यथा - मूर्ध्वान्ते करुणाभराञ्चितपुटा वीरस्य वो दृष्टयः ॥ ભગવાન મહાવીરની એ કરુણાસભર વૃષ્ટિ અમારી રક્ષા કરે.' એવી ભાવના મહાકવિએ વ્યક્ત કરી છે.
પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને જતા સંગમદેવને જોઈને પ્રભુની આંખો કરુણાથી ભરાઈ ગઈ હતી. આ જીવ મારું નિમિત્ત પામીને સંસારમાં ભટકી પડશે. ઘોર દુઃખ પામશે.' આ હતી ઉત્કૃષ્ટ કરુણા-ભાવના. સુવ્રત શ્રેષ્ઠીની ચોરો પ્રત્યેની કરુણા :
આ તો તીર્થકર ભગવંતની કરુણા હતી. તેઓ તો નિઃસીમ શક્તિના ધારક હોય છે. તેમનું શરીરબળ અને માનસિક બળ અતુલિત હોય છે. એક રાતમાં તેમણે ૨૦ ઉપસર્ગો સહન કર્યા. એમાંનો એક પણ ઉપસર્ગ આપણે સહન કરવા સમર્થ નથી. અને આવો એક પણ ઉપસર્ગ કોઈ મનુષ્ય આપણી ઉપર કરે તો તેના પ્રત્યે આપણા મનમાં “કરુણા' ભાવના પેદા થવી ય મને તો અશક્ય લાગે છે. પરંતુ છતાંય, દુઃખ આપનારાઓ પ્રત્યે કરુણા-ભાવના રાખવાનું લક્ષ્ય હોવું જરૂરી છે.
મૌન એકાદશીના શ્રેષ્ઠ આરાધક સુવ્રત શેઠની કથા તમે જાણતા હશો. તેમણે તેમના ઘરમાં ચોરી કરનારા ચોરો ઉપર કેવી દયા કરી હતી. તે જાણો છો ને ?
જ્યારે તેઓ ચોરી કરીને માલની સાથે પકડાઈ ગયા, ત્યારે સુવ્રત શેઠે પૌષધવ્રત પૂર્ણ કરીને એ ચોરોને રાજા તરફથી થનારી સજા માફ કરવા રાજાની પાસે જઈને રાજા પાસે અભયદાન માગ્યું “મારી સંપત્તિને કારણે ચોરોને ચોરી કરવાની ઈચ્છા થઈ... એટલા માટે નિમિત્ત તો હું જ છું. એટલા માટે મારે ચોરોના પ્રાણ બચાવવા જોઈએ.’ તેમણે ચોરોના પ્રાણ બચાવ લીધા, ચોરોએ ચોરી ન કરવાનો સંકલ્પ
કર્યો.
- પાપ કરનારાઓમાં પણ કેટલાક ગુણવાન અને સરળ હોય છે. એમના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org