________________
૧૮૫
પ્રવચન ૮૯
૫. દેવે હજારો વીંછી પ્રભુના શરીર ઉપર છોડયા. વીંછી શરીરને ડંખવા લાગ્યા, તો પણ ભગવાન નિરાકુલ રહ્યા.
૬. દેવે હજારો નોળિયા પ્રભુના શરીર ઉપર છૂટા મૂકી દીધા. તેઓ પોતાના તીક્ષ્ણ દાંતોથી પ્રભુના શરીરના માંસના ટુકડા કાપી કાપીને ખાવા લાગ્યા, છતાં પણ પ્રભુ અવિચળ રહ્યા.
૭. દેવે ભયંકર, મોટી મોટી ફેણવાળા હજારો સાપ પ્રભુના શરીર ઉપર છોડી દીધા. તેમણે પ્રભુના શરીરને પગની એડીથી ચોટી સુધી લપેટી લીધું. પોતાની દાઢોથી ભગવાનને કરડવા લાગ્યા. બધું ઝેર બહાર નીકળી ગયું....સાપ દોરડાની જેમ લટકી પડ્યા...પ્રભુ સ્થિર રહ્યા.
૮. દેવે વજ્ર જેવા દાંતવાળા ઉંદરો પ્રભુના શરીર ઉપર છોડ્યા. ઉંદરો તેમના દાંતોથી, નખોથી, મુખથી ભગવાનના શરીરને કાપવા લાગ્યા. તેમની ઉપર ભૂતરવા લાગ્યા, શરીરને તીવ્ર વેદના થવા લાગી, છતાં પણ પ્રભુ નિશ્ચલ રહ્યા. ૯. દેવ વધારે ક્રોધિત બન્યો. તેણે મોટા મોટા દાંતવાળો હાથી ભગવાનના શરીર તરફ છોડ્યો. તેણે તેની સૂંઢથી પ્રભુને આકાશમાં ઉછાળી દીધા, પુનઃ તેણે પોતાની સૂંઢથી પ્રભુને પકડી લીધા. વારંવાર દાંતોથી પ્રભુ ઉપર પ્રહાર કરવા લાગ્યો, તો પણ પ્રભુ ધ્યાનલીન રહ્યા.
૧૦. દેવે અતિક્રૂરતાથી હાથણી ઉત્પન્ન કરી અને પ્રભુ ઉપર છોડી દીધી. હાથણીએ પોતાના દાંતોથી તેમજ મસ્તકથી પ્રભુના શરીરને ક્ષત-વિક્ષત કરીને તેમની ઉપર મૂતરવા લાગી, તો પણ પ્રભુનું ધ્યાન અખંડ રહ્યું.
૧૧. છેવટે દેવે એક ભયાનક પિશાચનું રૂપ ધારણ કર્યું...પ્રભુને ડરાવવા લાગ્યો...ભયભીત ક૨વા લાગ્યો. પરંતુ ભગવાન નિર્ભય રહ્યા, સ્થિર રહ્યા. ૧૨. દેવે ભયંકર વાઘનું રૂપ લીધું. પોતાની વજ્ર જેવી દાઢથી, ત્રિશૂળ જેવા નખોથી પ્રભુના શરીરને ચીરવા લાગ્યો. તો પણ દેવ ભગવાનને વિચલિત ન કરી શક્યો.
૧૩. એ અધમ દેવે રાજા સિદ્ધાર્થનું રૂપ લીધું અને બોલ્યો ઃ ‘હે વત્સ, આવું દુષ્કર વ્રત શા માટે લીધું ? છોડી દે આ વ્રતને, તું અમારી સેવા કર, તારો ભાઈ નંદિવર્ધન મને વૃદ્ધાવસ્થામાં મૂકીને ચાલ્યો ગયો...' તો પણ પ્રભુ ધ્યાનલીન
રહ્યા.
૧૪. દેવે ત્રિશલા માતાનું રૂપ લીધું. પુનઃ પુનઃ વિલાપ કરવા લાગી, તો પણ પ્રભુ
ધ્યાનમગ્ન જ રહ્યા.
૧૫. દેવ વધારે રોષાયમાન થયો. તેણે એક રસોઈયાનું રૂપ ધારણ કર્યું. પ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org